સાઉથ આફ્રિકાના નાઈટ ક્લબમાં મળી આવ્યા ૨૦ જેટલા મૃતદેહ! પોલીસે તપાસ હાથ ધરી. - At This Time

સાઉથ આફ્રિકાના નાઈટ ક્લબમાં મળી આવ્યા ૨૦ જેટલા મૃતદેહ! પોલીસે તપાસ હાથ ધરી.


સાઉથ આફ્રિકાના પૂર્વ લંડન શહેરમાં એક નાઈટ ક્લબમાંથી ૨૦ યુવા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બ્રિગેડિયર થેમ્બિન્કોસી કિનાનાએ કહ્યું- અમને પૂર્વ લંડન શહેરનાં સીનરી પાર્ક નજીક એક નાઈટ ક્લબમાં ૨૦ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે શું થયું કેમ થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. નાઈટ ક્લબમાંથી ૨૦ જેટલા લોકોના મૃતદેહ મળી આવવાની આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
જોકે મૃતદેહને જોતા કોઈ ઘાવ કે નિશાન તેમની લાશ પર દેખાઈ શકતા ન હતા આથી પોલીસ પણ વિચારમાં છે કે ખરેખર બન્યું શું છે?? હજુ સુધી આ મોત પછડનું કારણ બહાર નથી આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon