ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “Run for Vote” નું આયોજન કરવામાં આવ્યું
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કામાં ૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે નાગરિકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે હેતુથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "Run for Vote" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો દ્વારા સરદાર પટેલ પ્રતિમા,સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી મહાત્મા મંદિર સુધી દોડમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર જે.એન.વાઘેલા, નાયબ કલેકટરશ્રી યોગરાજસિંહ જાડેજા, નાયબ મ્યુ. કમિશનરશ્રી જે.એમ.ભોરણીયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.