પાટણવાવ ભાદરવી અમાસ નિમિતે યોજાયેલ લોકમેળામાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે મોવા મળ્યા
કોંગ્રેસના ચર્ચિત લલિત વસોયા ફરી એકવાર ભાજપ તરફી જુકાવ કરતા દેખાતા રાજકીય ગરમાવો વધ્યો
(આશિષ લાલકીયા દ્વારા)
ધોરાજી તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨, ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત પર ભાદરવી અમાસ નિમિત્તે ઉત્સવ યોજવામાં આવે છે જેને લઇને ઓસમ પર્વતના પટાંગણમાં ભવ્ય લોકમેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને આ મેળાઓ રદ કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત મેળાઓને મંજૂરી મળતા પાટણવાવ ખાતેના આ લોકમેળાનું આયોજન કરવામાં આવતા મેળાના લોકાર્પણમાં ભાજપ અને કોંગ્રેસના દિગજ નેતાઓ સાથે સાથે જોવા મળ્યા છે.
ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના વર્તમાન સમયના ધારાસભ્ય લલિત વસોયા છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાવાની ચર્ચાએ ચર્ચાઈ રહ્યા છે ત્યારે પાટણવાવ ખાતે યોજાયેલ લોકમેળાના લોકાર્પણ કાર્યક્રમમાં પણ આમંત્રણ પત્રિકાની અંદર ધારાસભ્ય લલિત વસોયાનું ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે નામ જોડવામાં આવતા ફરી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ બાદ મેળાના લોકાર્પણ સમયે પણ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી અને પોરબંદર સાંસદ રમેશ સાથે સાથે જોવા મળતા ફરી એક વખત કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવ સામે આવ્યું છે.
આ અંગે ધારાસભ્ય લલિતોષોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં આવતા આ ઉત્સવ કાર્યક્રમને લઈને તેમની હાજરી જોવા મળી છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ પત્રિકાઓની અંદર તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે અને સાથે જ ભાજપના નેતાઓનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે ત્યારે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેવું લલિત વસોયાએ જણાવી અને પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ સાથે મંત્રી અરવિંદ રૈયાણીએ પણ જણાવ્યું હતું કે સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના આયોજનને માન આપી અને તેમને આ કાર્યક્રમમાં હાજરી આપી છે અને હળવા શબ્દોમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે કોઈ અમારી સાથે સામેલ થવા માંગતું હોય તો અમે તેમને અમારી સાથે સામેલ કરતા હોઈએ છીએ તેવું પણ જણાવ્યું છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.