જસદણ બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખ તરીકે મહાવીરભાઈ બસીયા સહીત છ હોદ્દેદારોની નિમણુંક
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ બાર એસોસીએશનની સર્વ સંમતિથી ચુંટણી યોજાવામાં આવી હતી. જેમાં જુદાં જુદાં છ હોદ્દા ફાળવવામાં આવેલ હતાં. બાર એસો. દ્ધારા સર્વ સંમતિથી ચુંટણી કરવાનો પત્ર બહાર પાડેલ જે અનુસંધાને ચુંટણી યોજાય હતી. જેમાં પ્રમુખ તરીકે મહાવીરભાઈ બસીયા, ઉપ પ્રમૂખ હરેશભાઈ સોલંકી, સેક્રેટરી વિપુલભાઈ હતવાણી, લાબ્રેરિયન મોટીનભાઈ રવિયા, ખજાનચી નદીમભાઈ ધંધુકીયા, મહીલા પ્રતિનિધિ તરીકે મધુબેન તોગડીયા, તરીકે સર્વ સંમતિથી નિમણુંક કરવામાં આવી હતી. આ તકે નવા હોદ્દેદારોનું અબીલ ગુલાલની છોળો વચ્ચે હારતોરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.