સુરેન્દ્રનગર LCB પોલીસે રેલ્વે ગેટ સ્ટેશન પાસેથી ઘરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો
સુરેન્દ્રનગર સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ તેમજ અવાર નવાર ચોરી કરતા રીઢા ઘરફોડ ટોળકીના એક ઇસમને ચોરી કરેલ ચાંદીના દાગીના કુલ કી. રૂ. ૧૩, ૬૬૦ના મુદામાલ સાથે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી આવા ગુનામાં અવાર નવાર સંડોવાયેલ આરોપીઓને ચેક કરી આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઇ જે.જે.જાડેજાને સુચના અન્વયે પીએસઆઇ જે. વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના અશોકભાઇ શેખાવા, મેહુલભાઇ મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોડના અજયવીરસિંહ ઝાલા સહિત સમગ્ર ટીમ બનાવી જીલ્લામાંથી શરીર સંબંધી તથા મીલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકે તે સારૂ તેમજ ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓના ગુનાઓ બનતા હોય છે જે ગુનાઓ અનડીટેકટ ન રહે તે માટે અલગ અલગ ટીમો બનાવી ગુના ડીટેક્ટ કરવા અસરકારક પરીણામ લક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફને બાતમી હકીકત મળેલ કે, ભાવેશભાઇ રમેશભાઇ દેવીપુજક રહે દુધરેજ વહાણવટીનગર સાત નાળા પાસે વાળો તેના અન્ય મીત્રો સાથે મળી સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે અને હાલ તે ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલના ચાંદીના દાગીના લઇને સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સામે જુના રેલવે ક્વાટર પાસે અપાસરાની બાજુમાથી ચાલીને પસાર થનાર છે જે બાતમી હકીકત આધારે વોય ગોઠવી ઇસમ ભાવેશને દાગીના કુલ કી.રૂ.૧૩,૬૬૦ના મુદામાલ સાથે પકડી પાડી મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્ય અર્થે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
