બોટાદનાં મસ્તરામજી મંદિર ખાતે બહેનોએ ફુલકાજલીનું વ્રત પુજા અર્ચના કરી - At This Time

બોટાદનાં મસ્તરામજી મંદિર ખાતે બહેનોએ ફુલકાજલીનું વ્રત પુજા અર્ચના કરી


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બોટાદના મસ્તરામજી મંદિર ખાતે આજે વહેલી સવારથી પૂજા કરવા માટે બહેનો નીભીડ જામી હતી બહેનો દ્વારા ફુલ કાજળી વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી મંદિરના પૂજારી પંકજભાઈ દ્વારા બહેનોને પૂજા પાઠ કરવામાં આવી હતી બહેનો એ પૂજા વિધિ કરી હતી. આ ફૂલ કાજરીનું વ્રત સૌભાગ્યવતી બહેનો અને કુંવારી બેનો આ વ્રત કરે છે આખો દિવસ ફૂલ સુંઘી અને પછી જ પાણી પીવે છે અને અમુક બહેનો નકોડો ઉપવાસ પણ કરે છે અને સાંજે ગાય માતા ની પૂજા કરી અને નકોડો ઉપવાસ ખોલીને એકટાણું કરે છે. અને બહેનો એ ધન્યતા અનુભવી હતી અને મહાદેવ ની પૂજા પણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image