બરવાળા તાલુકાના વહિયા ગામે સરકારી શાળામાં આગામી તા. ૨૪/૧૦/૨૦૨૪ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે - At This Time

બરવાળા તાલુકાના વહિયા ગામે સરકારી શાળામાં આગામી તા. ૨૪/૧૦/૨૦૨૪ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે


બરવાળા તાલુકાના કુંડળ, બેલા, ટીંબલા, ખાંભડા, સાળંગપુર, રેફડા, ચાચરીયા, ભીમનાથ, પોલારપુર ગામના લોકો સ્થળ ખાતેથી સેવા મેળવી શકશે

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ (ગ્રામ્ય)-(દશમો તબક્કો)" કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત બરવાળા તાલુકાના વહિયા ગામે સરકારી શાળામાં આગામી તા. ૨૪/૧૦/૨૦૨૪ના ગુરૂવારના રોજ સવારના ૦૯: ૦૦ કલાકથી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના કુંડળ, બેલા, ટીંબલા, ખાંભડા, સાળંગપુર, રેફડા, ચાચરીયા, ભીમનાથ, પોલારપુર ગામના લોકો પોતાના પ્રશ્નો-રજુઆતો સ્થળ ઉપર કરી શકશે આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની નાગરીકોને મળતી ૫૫ જેટલી જાહેર યોજના હેઠળના લાભો સ્થળ પરથી જ કાર્યવાહી કરી મેળવી શકાશે તેમ મામલતદાર, બરવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.