રાજકોટ જિલ્લામાં મગફળીની 2.39 અને કપાસની 2.25 લાખ હેક્ટરમાં વાવણી વધી
સચરાચર વરસાદને પગલે જગતાતમાં ખુશીની લહેર, વરાપનો ઇંતજાર
વ્હાઇટ ગોલ્ડનું ગોંડલમાં 41,800, રાજકોટમાં 26,087 હેક્ટરમાં વાવેતર
રાજકોટ જિલ્લામાં સચરાચર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હોઇ, ધરતીપુત્રો દ્વારા આજદિન સુધીમાં 94.49 ટકા ખરીફ વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાલ કાચા કપાસનું વાવેતર વધી 2,25,746 હેક્ટરમાં અને મગફળીનું વાવેતર 2,39,234 હેક્ટરમાં નોંધાયું છે. આ વર્ષે કપાસમાં રૂ. 2900 સુધીના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં વ્હાઇટ ગોલ્ડના વાવેતર પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.