અરવલ્લી જિલ્લામાં ચૂંટણીઓ મુકત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. - At This Time

અરવલ્લી જિલ્લામાં ચૂંટણીઓ મુકત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું.


ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ અન્વયે બહાર પાડેલ જાહેરનામું.

ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ જાહેર કરેલ છે. અને તે મુજબ ગુજરાત રાજયમાં મતદાનની તા. ૦૭/૦૫/૨૦૨૪ નકકી કરવામાં આવેલ છે. તેમજ મત ગણતરીની તા. ૦૪/૦૬/૨૦૨૪ ની નકકી કરવામાં આવેલ છે.

મતદાનનું કામ સુચારૂ રીતે રહે તે હેતુથી મતદાન મથકમાં પ્રવેશ નિયંત્રણ માટે ચૂંટણી પંચ તરફથી સુચનાઓ આપવામાં આવેલ છે.

અરવલ્લી જિલ્લામાં ચૂંટણીઓ મુકત,ન્યાથી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય તથા લોકો કોઈપણ પ્રકારના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને ભારતના ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ ઉકત સુચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે માટે નીચે મુજબનો હુકમ ફરમાવવો જરૂરી જણાતો હોઈ, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલ સત્તાની રૂઇએ હું પ્રશસ્તિ પારીક(આઈ.એ.એસ.),જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી સમગ્ર અરવલ્લી લોકસભા મતવિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન મથકમાં પ્રવેશવા અંગે નીચે મુજબની સુચનાઓની અમલવારી માટે ફરમાવું છું.

१.

મતદાન મથકે ફાળવેલા મતદારો ઉપરાંત નીચેની વ્યક્તિઓ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે.

(ક) મતદાન અધિકારીઓ

(ખ) દરેક ઉમેદવાર, તેનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારના એકી વખતે એક મતદાન એજન્ટ

(ગ) પંચે અધિકૃત કરેલી વ્યકિતઓ જેમ કે, માધ્યમોની વ્યકિત

(ઘ) ચૂંટણી અંગેની ફરજ પરના સરકારી કર્મચારીઓ

(ચ) પંચે નિયુકત કરેલા નિરીક્ષકો

(છ)માઈક્રો ઓબ્ઝર્વર્સ, વિડીયોગ્રાફર્સ/અગત્યના/સંવેદનશીલ મતદાન મથકોની બાબતમાં વેબકાસ્ટીં= માટેનો કર્મચારી વર્ગ

(જ) મતદારે તેડયુ હોય તે બાળક

(ઝ) કોઈની મદદ વગર હરી ફરી શકે તેમ ન હોય તેવા અંઘ કે અશકત મતદારની સાથે આવતી વ્યકિત

(ટ) મતદારોને ઓળખી બતાવવા કે મતદાનના કાર્યમાં મદદ કરવા માટે મતદાન મથકના પ્રમુખઅધિક દાખલ થવા દે તેવી બીજી વ્યક્તિઓ.

२. ઉમેદવારો તથા તેમના ચૂંટણી એજન્ટોએ જરૂર જણાયે તેમની ઓળખના આધારો રજુ કરવાના રહેશે.

3. કોઇપણ ફરજ પડે તેવા કારણ સિવાય પોલીસ અધિકારીઓએ મતદાન મથકમાં પ્રવેશ કરવો નહિ

૪ ગ્રેડ પ્લસ સુરક્ષા ધરાવતી વ્યક્તિના એક જ સલામતી કર્મચારી સિવાય મતદાર/ઉમેદવાર/ચૂંટણી હાયદો અને વ્યવએજન્ટ સાથેના સલામતી કર્મચારી મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં.

૫ કાયદો અને વ્યવસ્થા જાળવવા મતદાન મથકમાં એક જ સમયે માત્ર ત્રણ અથવા યાર મતદારો દાખલ થઈ શકશે

७. અધિકૃત પત્ર સાથે મતદાન મથકમાં દાખલ થયેલ પરંતુ શંકાસ્પદ જણાતી વ્યકિતની જડતી લઈ શકશે. ચૂંટણી પંચના કાયદેસરના અધિકૃતી પત્ર સિવાય મતદાન મથકમાં કોઈ પ્રવેશ કરી શકશે નહિ.

૮. મતદાન મથકના પ્રમુખ અધિકારીએ તેમની સહાય માટે રોકેલા અન્ય કોઈ અધિકારી કે મદદનીશ મતદાન

9.અધિકારીને પણ જરૂર જણાય ત્યારે જ મતદાન મથકની અંદર પ્રવેશવા દેવા.

સદર હુકમનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ સદરહું જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી સંબંધિત સેકટર મેજીસ્ટ્રેટશ્રીએ કરવાની રહેશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.