* *શિક્ષણ એજ કલ્યાણ ગ્રુપ ની સરાહનીય* *. કામગીરી. ગાજણ શિક્ષણ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા કિશોરસિંહ મકવાણા નું શાલ અને પ્રમાણ પત્ર નું આપી સન્માન કરવામાં આવ્યું - At This Time

* *શિક્ષણ એજ કલ્યાણ ગ્રુપ ની સરાહનીય* *. કામગીરી. ગાજણ શિક્ષણ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા કિશોરસિંહ મકવાણા નું શાલ અને પ્રમાણ પત્ર નું આપી સન્માન કરવામાં આવ્યું


મોડાસા તાલુકા ગાજણ ગામ ના યુવાનો દ્વ્રારા છેલ્લા એક વર્ષ થી *શિક્ષણ એજ કલ્યાણ* નામનું ગ્રુપ ચાલે છે. આ ગ્રુપ દ્વ્રારા ગાજણ ગામમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. શિક્ષણ ના ગ્રુપ દ્વારા ગામ માં શિક્ષણ ના મુદ્દા ઉપર યુવાનો દ્વારા ગામના બાળકો અને શિક્ષકો ને પ્રોત્સાહિત કરી બાળકો ને શિક્ષણ માં આગળ ભણાવવામાં મદદરૂપ થવાના. દ્રઢ નિર્ધાર સાથે કામ કરે છે.
ત્યારે ગ્રુપ દ્વ્રારા આજ રોજ ગાજણ ના શિક્ષક શ્રી કિશોર સિંહ મકવાણા અને હાલ ખેડા જિલ્લા ની બાથાના કુઆ પ્રાથમિક શાળામાં બાવીશ વર્ષ ની નોકરી દરમ્યાન તેમની સારી કામગીરી ની કદર ના ભાગ રૂપે શાળા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સરકાર દ્વારા પસંદગી પામતા તેમના માદરે વતન મોડાસા તાલુકાના ગાજણ ગામે આજ રોજ ગામના *શિક્ષણ એજ કલ્યાણ* ગ્રુપ દ્વારા સન્માન પત્ર ,અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાજણ ગામ ના આગેવાનો.માજી સરપંચ પૃથ્વી સિંહ પરમાર, માજી સરપંચ અમૃત સિંહ વાઘેલા, રીટાયડ આચાર્ય શ્રી.અમૃતસિંહ પરમાર, કનુ સિંહ મકવાણા,રમતું સિંહ મકવાણા, હાજર રહી ને શોભા વધારી હતી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો.9638500650.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.