શ્રી સરસ્વતી શિશુવાટિકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં - At This Time

શ્રી સરસ્વતી શિશુવાટિકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં


26મી જાન્યુઆરી 76 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શિશુવાટીકા,બાલવાટિકા તેમજ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામ, સીતાજી, હનુમાનજી,ભારત માતા,વિરાંગનાઓ, રાણી લક્ષ્મીબાઈ,સૈનિકો જેવા વિવિધ પાત્રોને વિવિધ વેશભૂષા દ્વારા પાત્ર પરિચય રજૂ કર્યા ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને અભિનય દ્વારા રજુ કર્યા, આજની અંધશ્રદ્ધામાંથી લોકોને સાચી જાગૃતિ ફેલાવવા બાળકો દ્વારા નાટકો રજૂ કર્યા 75 મો બંધારણ દિવસ તેમજ વંદે માતરમનું 150મું વર્ષ,76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રધ્વજ રંગની થીમ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી જ્યોતિ દીદી દ્વારા સફળ સંચાલન કરીને પ્રધાનાચાર્યશ્રી હસમુખ ગુરુજી, સહપ્રધાનાચાર્યશ્રી રાજેન્દ્ર ગુરુજી દ્વારા સફળ માર્ગદર્શન સફળ વ્યવસ્થા કરીને પ્રજાસત્તાક દિન પર્વની ભવ્ય ઉજવણી કરી,શિશુવાટીકા, બાલવાટિકા, પ્રાથમિક ધોરણોના દીદીઓના સફળ આયોજનથી દેશભક્તિ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમને શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં સફળ બનાવવામાં આવ્યો. રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image