મુસ્લિમ સગીરા માતા-પિતાની મંજૂરી વિના લગ્ન કરી શકે : દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી, તા.૨૩મુસ્લિમ કાયદા મુજબ યુવાવસ્થાએ પહોંચી ગયેલી છોકરી ૧૮ વર્ષની થઈ ન હોવા છતાં માતા-પિતાની મંજૂરી વિના લગ્ન કરી શકે છે તેમ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુસ્લિમ સગીરાની અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું. સગીરાએ પરિવારજનોથી સુરક્ષાની માગણી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા.સગીરાની અરજી સ્વીકાર કરતાં જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે માર્ચ ૨૦૨૨માં મુસ્લિમ રીતિ-રિવાજથી લગ્ન કરનાર મુસ્લિમ યુગલને સુરક્ષા પૂરી પાડી હતી. જસ્ટિસ જસમીત સિંહ જે કેસની સુનાવણી કરી રહ્યા છે તેમાં મુસ્લિમ યુગલે ૧૧મી માર્ચે સગીરાના માતા-પિતાની મંજૂરી વિના લગ્ન કર્યા હતા. આ કેસમાં છોકરાની વય ૨૫ વર્ષ છે જ્યારે સગીરાની વય તેના પરિવારજનોના જણાવ્યા મુજબ ૧૫ વર્ષ છે. જોકે, સગીરાના આધાર કાર્ડ મુજ તેની વય ૧૯ વર્ષ છે.જજે આ કેસને અગાઉના કેસોથી અલગ ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ કેસમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બન્યા નથી. પરંતુ અરજદારોએ પહેલા મુસ્લિમ કાયદા મુજબ લગ્ન કર્યા. પછી શારીરિક સંબંધ બનાવ્યા હતા. દંપતીએ અરજીમાં તેમને કોઈ અલગ ના કરે તેના નિર્દેશ આપવા માગણી કરી છે. હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે મુસ્લિમ કાયદા હેઠળ તેમણે લગ્ન કર્યા અને ત્યાર પછી શારીરિક સંબંધ બનાવ્યા હતા.દિલ્હી હાઈકોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું કે પોક્સો કાયદાનો ઉદ્દેશ્ય બાળકોની કોમળ વયને સુરક્ષિત કરવાની સાથે જ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં ન આવે તેની ખાતરી કરવાનો છે. બેન્ચે કહ્યું કે અરજદારોને અલગ કરવામાં આવે તો તેનાથી અરજદાર સગીરા અને તેના અજન્મેલા બાળક સાથે વધુ આઘાત થશે. રાજ્યનો ઉદ્દેશ્ય અરજદાર સગીરાના સર્વોત્તમ હિતની રક્ષા કરવાનો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.