પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ – 2024-2025 માં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાની દીકરીઓએ એકાંકી નાટક સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યુવા ઉત્સવને તાલુકો કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ ત્યારબાદ પ્રદેશ કક્ષાએ અને ત્યારબાદ રાજ્યકક્ષાએ ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા દહેજપ્રથા થીમ પર એકાંકી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની 11 દીકરીઓએ પર્ફોમન્સ આપ્યું હતું. મુખ્ય બાબત એ હતી કે આ એકાંકી હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવ્યું હતું. અને તેની તમામ સફળતાનો શ્રેય સર ભવાનીસિંહ વિદ્યાલયના હિન્દી વિષયના શિક્ષકશ્રી રાજેશગીરી અપારનાથીને જાય છે. તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માટે ગાંધીનગર મુકામે ગયા હતા.
અંતરિયાળ વિસ્તારની બાળાઓ હોવા છતાં ગાંધીનગર શહેરમાં અન્ય વિકસિત પ્રતિસ્પર્ધી શાળાઓ સામે ખૂબ જ સારી એવી ટક્કર આપી પ્રદેશ કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી સર ભવાનીસિંહ વિદ્યાલયનું નામ પ્રદેશ કક્ષાએ ઝળહળતું કર્યું છે. શાળાના આચાર્યશ્રી અને સુપરવાઇઝરશ્રી દ્વારા તમામ સ્પર્ધકો અને તેમના માર્ગદર્શકશ્રી રાજેશગીરી અપારનાથીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.