તા. ૨૫-૧૧-૨૦૨૪ અમદાવાદ ઓલ ઈન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબનો ગુજરાત ખાતે ત્રણ દિવસનો પ્રવાસ અમદાવાદ, રાજકોટ અને કચ્છ ખાતે યુવા કોંગ્રેસના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે - At This Time

તા. ૨૫-૧૧-૨૦૨૪ અમદાવાદ ઓલ ઈન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબનો ગુજરાત ખાતે ત્રણ દિવસનો પ્રવાસ અમદાવાદ, રાજકોટ અને કચ્છ ખાતે યુવા કોંગ્રેસના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે


રાજકોટ ખાતે‘શક્તિ સુપર શી' મહિલા ટીમ દ્વારા શક્તિ સંગમ- ધ વોઇસ ઓફ વુમન કાર્યકમ યોજવામાં આવશે અને મુંન્દ્ર- કચ્છ ખાતે 'નોકરી દો, નશા' નહીઁ યૂથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબ પ્રદેશની યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત રહેશે ભાજપ સરકારને અદાણી બચાવવામાં રસ છે, યુવાનોને નોકરી આપવામાં નહીં- આદિત્યસિંહ ગોહિલ

તાજેતરમાં ઓલ ઈન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉદયભાનુ ચિબની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત રાજ્યના ત્રણ દિવસના પ્રથમ વખત પ્રવાસે આવી રહ્યા છે. આ મહિનામાં તા:-૨૭ ૨૮/ અને તા:- ૨૯ ના દિવસે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને તાલુકા, જિલ્લા અને પ્રદેશના હોદેદારો સાથે વિસ્તૃત કારોબારીમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે અને આગામી યુવા કોંગ્રેસની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે . આજના યુવા પાસે નોકરી નથી અને સરકાર ઉલટાનું નશાના રવાડે ચડાવીને યુવાને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. તા. તા:-૨૭ ના રોજ રાજકોટ ખાતે શક્તિ સુપર શી ના અને તા:-૨૮ ના રોજ મુંન્દ્ર- કચ્છ ખાતે , નોકરી દો,નશા નહીઁ નો કાર્યક્રમ યોજવામાં આવશે અને તા. 29મીએ અમદાવાદ ખાતે ઠાકોરભાઈ દેસાઇ હોલ , લો ગાર્ડન ખાતે નોકરી દો, નશા નહીઁ કાર્યકમ યોજવામાં આવશે.યૂથ કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે 'શક્તિ સુપર શી'નો કાર્યક્રમ યોજાશે.ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ આદિત્યસિંહ ગોહિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે ૨૭/૧૧/૨૦૨૪ ના દિવસે હેમુ ગઢવી હૉલ ખાતે' શક્તિ સુપર શી' નો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યમાંથી 'શક્તિ સુપર શી'ની મહિલા હોદેદારો ઉપસ્થિત રહેશે અને ગુજરાતની મહિલા શક્તિ સંગમ થશે.ગુજરાત રાજ્યમાં મહિલાઓની દિનપ્રતિદિન પરિસ્થિત કથળતી જાય છે. ખાસ કરીને આજ સમયમાં નશાનું પ્રમાણ વધતું જાય છે તેના લીધે પારિવારિક રીતે ગંભીર અસર થાય છે જેથી કરીને અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, ગુજરાની અંદર છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ બેફામ રીતે ડ્રગ્સનું મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં ગૂસાડવામાં આવી રહ્યું છે તે ક્યાંકને ક્યાંક સરકારના ઇશારે કામ થઈ રહ્યું છે અને ભાજપ સરકારને અદાણી બચાવવામાં રસ છે,યુવાનોને નોકરી આપવામાં નહીં તેવા આરોપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યકમમાં શક્તિ સંગમ- ધ વોઇસ ઓફ વુમન કાર્યકમમાં મહિલાનો પ્રેરણા મળે તેવું હેતુસર કાર્યકમનું આયોજન કરવામાં આવેલ છે
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડીયા ચેરમેન અને મહામંત્રી મુકેશ આંજણા, ડૉ. પ્રવિણસિંહ વણોલ, અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image