વઢિયાર પંથકમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 27 મહાનુભાવોને વઢિયાર ગૌરવ એવોર્ડ અપાશે. - At This Time

વઢિયાર પંથકમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 27 મહાનુભાવોને વઢિયાર ગૌરવ એવોર્ડ અપાશે.


સમી: પાટણ જિલ્લા ના સમી,શંખેશ્વર,હારીજ,રાધનપુર ને વઢિયાર પંથક તરીકે ઓળખવામાં આવે છે.આ વઢિયાર પંથકમાં સાહિત્ય,કલા,શિક્ષણ વિવિધ ક્ષેત્રે આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરવા માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા ગત વર્ષેથી વઢિયાર ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનું શરૂ કરાયું છે.ત્યારે સતત બીજા વર્ષે પણ વઢિયાર પંથકનું ગૌરવ વધારવા બદલ વરસ દરમિયાન આરોગ્ય,સાહિત્ય,લોકસાહિત્ય,સમાજસેવા, લોકસંગીત ક્ષેત્રે સારી કામગીરી કરનાર વઢિયાર પંથકમાં વસતા સર્વે સમાજ ના અલગ અલગ કુલ 27 લોકોને વઢિયાર ગૌરવ પુરસ્કાર એનાયત કરાશે. આગામી 30મી જાન્યુઆરી ના રોજ સમી ખાતે વઢિયાર ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે.


7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image