બોટાદ જિલ્લામાં મકાન માલીકની પરવાનગી વિના તેમની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વગેરે ઉપર બેનરો લગાવવા, લટકાવવા જેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લાની હદમાં કોઇપણ વ્યક્તિએ તા.૦૩/૧૨/૨૦૨૨ સુધી બોટાદ જિલ્લામાં મકાન માલીકની પરવાનગી વિના તેમની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વગેરે ઉપર બેનરો લગાવવા, લટકાવવા, નોટીસ ચોટાડવી, સૂત્રો લખવા જેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના નિર્વાચન આયોગ દ્વારા રાજકિય પક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતા મુજબ કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો (કમ્પાઉન્ડની દિવાલ સહિત) અથવા વીજળી અને ટેલીફોનના થાંભલાઓ ઉપર ચૂંટણી પ્રચારના ઈરાદાથી કોઈપણ ચૂંટણી અંગેનું બેનર,ચિન્હો સહિત કોઈપણ સાહિત્યનું લખાણ અથવા ટેલીફોનના અથવા વીજતંત્રના થાંભલાના આધારે અથવા અન્ય કોઈપણ જાહેર મિલ્કત કે મકાનોના આધારે રસ્તાઓ ઉપર કોઈ બેનર, પોસ્ટર કે ચૂંટણી પ્રચાર સબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહી તેમજ કમાનો પણ ઉભી કરવી નહી.
ઉક્ત જણાવેલ મકાનો અથવા મિલ્કતો સિવાયના મકાનો ઉપર (કમ્પાઉન્ડની દિવાલ સહિત) ચૂંટણી પ્રચાર સબંધિત કોઈપણ પોસ્ટર, લખાણ, ચિન્હ, મકાન માલિક / કબ્જેદારની પૂર્વ મંજુરી સિવાય ચોટાડવું – ચિતરાવવું કે પ્રદર્શિત કરવું નહી. આ જાહેરનામાના કોઇપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.