રાજકોટમાં ચાંદીના વેપારીનું કારમાં અપહરણ, લૂંટી છોડી દીધો; પોલીસમેને ટોલનાકા પાસે કારના બોનેટ પર સૂઈ આરોપીને ઝડપ્યો

રાજકોટમાં ચાંદીના વેપારીનું કારમાં અપહરણ, લૂંટી છોડી દીધો; પોલીસમેને ટોલનાકા પાસે કારના બોનેટ પર સૂઈ આરોપીને ઝડપ્યો


રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી ચાર શખસે અપહરણ કર્યું હતું. બાદમાં કારમાં ગોંધી રાખી 16,500 રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ચારેય શખસે વેપારીને લોઠડા નજીક ઉતારી નાસી છૂટ્યા હતા. આ દરમિયાન મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર ગોંડલ પીઠડિયા ટોલનાકા પરથી પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળતાં વોચ ગોઠવી હતી. કાર ટોલનાકાએ આવતાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોર્ડન કરી લીધી હતી. એક પોલીસમેન કારના બોનેટ પર સૂઇ કારને આગળ જવા દીધી નહોતી. એક સમયે કાર આગળ ચલાવવા આરોપીએ પ્રયાસ પણ કર્યો હતો. જોકે સફળતા ન મળતાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ટોલનાકાના સીસીટીવીમાં કેદ થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »