*દાહોદ જિલ્લામાં યશસ્વી અને કર્મઠ નેતૃત્વના પગલાં ચાચર ચોકમાં ગવાયા અને છવાયા* ૦૦ *ગરબાના તાલે થિરકતા હૈયાઓ વચ્ચે ‘દેશની ધડકન’નો નાદ સંભળાયો* ૦૦
દાહોદ:- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું તેને જ્યારે ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનો સ્મરણ કરવાનો અવસર 'વિકાસ સપ્તાહ' તરીકે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે.
વડાપ્રધાનના કર્મઠ અને યશસ્વી નેતૃત્વના ૨૩ વર્ષનો નાદ ગુજરાતમાં હર્ષભેર ઉજવાઈ રહેલ નવલા નોરતાની રાત્રે દાહોદમાં પણ ચાચર ચોકમાં પણ છવાયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવા દિલોની ધબકાર અને ધડકન છે. યુવાનોમાં લોકપ્રિય એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના યુવાનની શક્તિ અને સામર્થ્ય અને પારખીને આવતીકાલનો જવાબદાર અને ઉત્તરદાયી નાગરિક બને તે માટે યુવાઓના શિક્ષણથી માંડી રોજગાર સુધીના અનેક અવસરોનું આકાશ ખોલી આપ્યું છે.
સમગ્ર રાજ્યમાં જ્યારે વડાપ્રધાન અને કર્મઠ નેતૃત્વના ૨૩ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના આવેલા કેશવ માધવ રંગમંચ અને વ્રજધામ સોસાયટી ખાતે ભારે ઉમંગ સાથે ઉજવાતા ગરબાના મહોત્સવમાં વડાપ્રધાન ના નેતૃત્વને દર્શાવતી અને ગુજરાત સાથે દેશમાં થયેલા વિકાસની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિને રજૂ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત નાગરિકોએ દિલથી નિહાળી હતી.
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રદ્ધાભાવથી લખવામાં આવેલો “આવતી કળાય માડી આવતી કળાય" ગરબાને નવરાત્રિના ઉપલક્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો.
નવરાત્રીના અવસરે યુવા હૈયાઓના ગરબાના થિરકાટ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદરેલા લોકાભિમુખ વહીવટની પ્રસ્તુતિને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી.
૦૦૦રિપોર્ટર :-ઝેની શેખ
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.