89 માંગરોળ માળિયા હાટીના વિધાનસભા બેઠક પર ભાજપ માટે ટીકીટ ફાળવણી પડકાર રુપ બની શકે છે
જૂનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા છે તે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ચોરવાડ ગામના વતની છે તેથી આ બેઠક ઇતર સમાજને ટીકીટ આપવી જોઈએ તેવું રાજકીય પંડિતોનું માનવું છે
89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં ચોરવાડના વતની જૂનાગઢ જીલ્લાના લોકલાડીલા સંસદ રાજેશ ચુડાસમા કોંગ્રેસ ના ગઢમાં ગાબડું પાડશે કેમ ? તેબાબતે રાજેશ ચુડાસમા માટે અગ્નિ પરીક્ષા સમાન છે
89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં જૂનાગઢ જીલ્લાના લોકલાડીલા સંસદ રાજેશ ચુડાસમા માદરે વતનની નગર પાલિકામાં બે વખત કોંગ્રેસે કબ્જો કર્યો બીજી તરફ માંગરોળ નગર પાલિકા વર્ષોથી કોંગ્રેશ પાસે છે
ભાજપ જીતી સકે તેવા ઉમેદવારને શોધવા પ્રદેશ ભાજપના નેતા મુંઝવણ અનુભવી રહી છે, કોગ્રેસનુ ગઢ ગણાતા 89 માંગરોળ માળીયા હાટીના સીટ પર ભાજપ બાજી મારે તેવા ઉમેદવારની શોધમાં જોવા મળે છે
આ વખતે ભાજપ સામે બે પડકારો જોવા મળે છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ભલે રાજકીય લોકો એમ કહી રહીયા હોય કે ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ નથી થયો પરંતુ આ વખતે 89 માંગરોળ માળીયા હાટીનામાં વિધાન સભા સીટ માં આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ નું ખેલ બગાડશે અને આસીટનુ ગણીત ઊંઘું કરે તેવું લાગી રહ્યું છે તેવું રાજકીય પંડિતોનું માનવું છે
89માંગરોળ માળીયા હાટીના વિધાનસભા સીટ પર મોટા ભાગે ભાજપ કોંગ્રેસ પક્ષ દ્રારા કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપવામાં આવી છે, પરંતુ આ વખતે ચુંટણીની જાહેરાત પહેલાં આમ આદમી પાર્ટી એ ક્ષત્રિય દરબાર સમાજના પિયુષ પરમારને ઉમેદવારની જાહેરાત કરતા ભાજપ કોંગ્રેસને વિચારતું કરી દીધું છે, પણ આ વખતે જ્ઞાતિવાદને કારણે હાલ ઈતર સમાજના લોકોમાં ભારી નારાજગી પણ જોવા મળે છે,
89 માંગરોળ માળીયા હાટીના ભાજપ માટે પણ ઉમેદવાર શોધવામાં પડકાર ઉભો થયો છે, હાલ લોક મુખે ચર્ચાતા હાલના ભાજપના પ્રબળ દાવેદારમાં ,1) જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈયાદવ 2) માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા 3)ચોરવાડ થી ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભી સહિતના પ્રબળ ભાજપના ટીકીટ માટેના ઉમેદવારો છે , 89 માંગરોળ માળિયા હાટીના વિધાનસભા માટે ભાજપ માટે ઉમેદવાર શોઘવો પડકાર બન્યો છે, પરંતુ હાલ ભાજપ કોને ટીકીટ આપશે તેતો આવનાર સમયે જ ખબર પડશે કે કોણ કોને ટીકીટ ફાળવે છે ? તે આગામી દિવસોમાં જોવાનું રહેશે
બીજી તરફ 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર કોંગ્રેસ માંથી હાલના ધારાસભ્ય બાબુભાઇ વાજા અને વાલભાઈ ખેરનું નામ આગળ ચાલી રહ્યું તેવું રાજકીય પંડિતોનું માનવું છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.