લુણાવાડા પટ્ટણ ગામના ચિત્રકાર ભીખાભાઈ માછીએ હર ઘર તિરંગા નું કેનવાસ પર પેન્ટિંગ કંડાર્યુ - At This Time

લુણાવાડા પટ્ટણ ગામના ચિત્રકાર ભીખાભાઈ માછીએ હર ઘર તિરંગા નું કેનવાસ પર પેન્ટિંગ કંડાર્યુ


મહીસાગર લુણાવાડા પટ્ટણ ગામના ચિત્રકાર ભીખાભાઈ માછીએ આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે એક કેનવાસ પર પેઇન્ટિંગ બનાવ્યું છે. દેશમાં આવતા આવા અભિયાનો ઉત્સવો મા પેન્ટિંગ બનાવી લોકજાગૃતિનો એક સંદેશ આપી રહ્યા છે. કોરોના કાળમાં પણ લુણાવાડામાં 20 બાય 40 નું એક રોડ પેઇન્ટિંગ બનાવી લોકજાગૃતિનો સંદેશ આપ્યો હતો.સુપર સ્ટાર નરેશ કનોડિયા નું પેઈન્ટીંગ બનાવી હિતુ કનોડિયા ને ભેટ ધર્યુ હતું.ભીખાભાઈ માછી ચિત્રકાર પત્રકાર એન્કર અને લેખન ની કલા પણ ધરાવે છે .તે એક નિવૃત આચાર્ય છે આવા મહીસાગર જિલ્લાના પ્રતિભાશાળી કલાકાર પેન્ટિંગ ચિત્રકલા અને પત્રકારત્વ કરીને લોકજાગૃતિનું હિત નું ઉમદા કાર્ય કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.