વિરપુરના રળીયાતા ગામનો દૂષ્કર્મનો આરોપી ભુગર્ભમાં ઉતરી ગયો…
અમદાવાદ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ હાજર ન થયો..
મહિસાગર જીલ્લાના વિરપુરના પગીના મુવાડા (રળીયાતા)માં રહેતા શખ્સ સામે સગીરા પર દૂષ્કર્મનો કેસ નોંધાયો હતો. આ કેસમાં તેને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવતા અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જ્યાંથી તે પેરોલ પર છુટ્યા બાદ હાજર થયો નહતો. આ અંગે વીરપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.વિરપુરના પગીના મુવાડા (રળીયાતા)માં રહેતો ભાવેશ મગન પગી સામે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સગીરાને ભગાડી જઇ દૂષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં અમદાવાદ કોર્ટે તેને 11મી સપ્ટેમ્બર,2023ના રોજ 20 વર્ષની સજા ફરમાવી હતી. આથી, તેને પાકા કામના કેદી તરીકે અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જોકે, 19મી ઓક્ટોબર, 2024થી 3જી નવેમ્બર,2024 સુધી દિવસ-14ના ફર્લો મંજુર થતાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ભાવેશને 3જી નવેમ્બર,2024ના રોજ પરત જેલ પર હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો નહતો. આ અંગે અમદાવાદ ગ્રામ્ય જેલના જેલર કે.કે. જાદવની ફરિયાદ આધારે વીરપુર પોલીસે ભાવેશ મગન પગી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.