સુપ્રિમકોર્ટે કથની અને કરણીનો પર્દાફાશ કરી દીધો પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમર ગોદી મીડિયા પર વીજળી પડી ગઈ છે ! વડાપ્રધાનની મહાગેરરીતિ સુપ્રિમકોર્ટે પકડી પાડી છે. અફસોસ એ છે કે આ ગેરરીતિ પકડી તે પહેલા આ ગેરરીતિનો ઉપયોગ કરીને તેઓ ૨૦૧૯ માં ફરી વડા પ્રધાન બની શક્યા હતા !
સુપ્રિમકોર્ટે કથની અને કરણીનો પર્દાફાશ કરી દીધો પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમર
ગોદી મીડિયા પર વીજળી પડી ગઈ છે !
વડાપ્રધાનની મહાગેરરીતિ સુપ્રિમકોર્ટે પકડી પાડી છે. અફસોસ એ છે કે આ ગેરરીતિ પકડી તે પહેલા આ ગેરરીતિનો ઉપયોગ કરીને તેઓ ૨૦૧૯ માં ફરી વડા પ્રધાન બની શક્યા હતા !
અમરેલીના પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમરે આજરોજ અત્રે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે, વિપક્ષને આર્થિક રીતે બિમાર પાડી, સત્તાપક્ષે આર્થિક રીતે મહાકાય બનીને લોકતંત્રની મશ્કરી કરી હતી. વડાપ્રધાને નિયમો/કાયદાઓને એક બાજુએ મુકીને ગેરબંધારણીય રીતે ઇલેકટોરલ બોન્ડની સ્કીમ ૨૦૧૭-૨૦૧૮ માં અમલી બનાવી હતી. જેમાં પારદર્શકતા શુન્ય હતી. કઈ કંપની સત્તાપક્ષને કેટલાં નાણાં આપે છે તે નાગરિકો કે વિપક્ષ જાણી શકતા ન હતા. થોડા ઉદ્યોગપતિઓએ લોકશાહીને દાસી બનાવી દીધી હતી, તેનો પર્દાફાશ સુપ્રિમકોર્ટે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઇલેકટોરલ બોન્ડને ગેરબંધારણીય કરાવીને કરી દીધો છે! આ ઐતિહાસિક ચુકાદો છે. ભારતના લોકો સાથે આટલી મોટી ઠગાઇ ક્યારેય નથી થઈ! 'મધર ઓફ ડેમોક્રસી' ની વાત કરનાર વડાપ્રધાને આ ઠગાઇ કરી હતી. રાહુલ ગાંધીએ ઇલેકટોરલ બોન્ડ સામે સતત અવાજ ઊઠાવ્યો હતો. આજે રાહુલ ગાંધી સાચા ઠર્યા છે. ૧૬,૫૦૦ કરોડના ઇલેકટોરલ બોન્ડ વેચાયા તેમાં ૫૫% ફંડ ૧ કરોડના બોન્ડ થી આવેલા વિદેશી કંપનીઓ પણ ઇલેકટોરલ બોન્ડ ખરીદી શકતી હતી! સુટ-બુટની સરકારની પોલ ખુલ્લી પડી છે! ગોદી મીડિયાએ કયારેય સવાલ નથી પુછયા! અમુક મીડિયાને પત્રકારત્વ માટે નહી, પરંતુ લોકતંત્રની હત્યામાં ભાગીદાર તરીકે ઇતિહાસ યાદ કરશે! ઇલેકટોરલ બોન્ડ માટેના સુધારા બંધારણના આર્ટિકલ -૧૯(૧)(a) નું ઉલ્લંઘન કરે છે. કોર્પોરેટ હાઉસ અસીમિત ફંડ આપવું તે આર્ટિકલ-૧૪ નો ભંગ છે! બોન્ડનું વિતરણ કરનાર SBI ને વિતરણ તાત્કાલિક બંધ કરવા સુપ્રિમકોર્ટે હુકમ કર્યો છે. બોન્ડની જાણકારી ૩ અઠવાડિયામાં સાર્વજનિક કરવી પડશે. કેટલાંય ઉદ્યોગગૃહો દિગમ્બર બનશે! શ્રી ઠુંમર
દેશના વડાપ્રધાને ભારતના નાગરિકોને છેતરવા માટે લોકપ્રતિનિધિત્વ એકટ/ઇન્કમ ટેકસ એકટ/કંપની એક્ટમાં મનસ્વી સુધારા કર્યા હતા! આ તમામ સુધારાઓને સુપ્રિમકોર્ટની પાંચ જજોની બેન્ચે રદ કરી દીધાં છે! વડાપ્રધાનની સફળતાનું રહસ્ય છે ED અને ઇલેકટોરલ બોન્ડા વડાપ્રધાનના મહાભ્રષ્ટ્રાચારને સુપ્રિમકોર્ટે ખુલ્લો કરી દીધો છે. ઇલેકટોરલ બોન્ડના નામે મની લોન્ડરિંગની શક્યતા છે. શેલ કંપનીઓની શક્યતા છે! ઇલેકટોરલ બોન્ડના નાણાથી સત્તાપક્ષે વિપક્ષની સરકારોને ગબડાવી હતી. વડાપ્રધાન ઇલેકટોરલ બોન્ડ લઈ આવ્યા ત્યારે પારદર્શકતાનું નામ આપેલ પરંતુ સંપુર્ણ અપારદર્શકતા રાખવામાં આવી! કથની અને કરણી તદ્દન ભિન્ના ડિઝિટલ પેમેન્ટનો ઉપદેશ આપનાર વડાપ્રધાન શા માટે પાર્ટી ફંડ ડિઝિટલ પેમેન્ટથી ડરતા હતા? ઇલેકટોરલ બોન્ડ એટલે
ભ્રષ્ટ્રાચારને 'લીગલ વાધા' પહેરાવવા! ઇલેકટોરલ બોન્ડ એટલે વિપક્ષ સસલું અને સત્તાપક્ષ વિકરાળ ડાયનોસોર! ગોદી મીડિયા નાગરિકોને મંદિરની તસ્વીર દેખાડશે! ધર્મના નામે અધર્મ ચાલે નહી!
હવે વિપક્ષો એક થઈને આ મહાકૌભાંડને લોકો સુધી લઈ જશે આ ચુકાદો શક્ય બન્યો તેની પાછળ કપિલ
સિબ્બલ/પ્રશાંત ભુષણ/નિઝામ પાશા/કોંગ્રેસ નેતા જયા ઠાકુર/ADR-Association for Democratic Reform/Common Cause/CPI/RTI એક્ટિવિસ્ટ લોકેશ બત્રા/પત્રકાર નીતિન શેઠીની મહેનત છે. તેમને ધન્યવાદ
ઘટે છે! આ ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ/જસ્ટિસ સંજીવ ખન્ના/જસ્ટિસ બી.આર.ગવઈ/ જસ્ટિસ જે.બી.પારડીવાલા/જસ્ટિસ મનોજ મિશ્રાએ લોકતંત્રની લાજ બચાવી છે વરિષ્ઠ પત્રકાર રવિશકુમાર તરફથી રજુ થયેલો આંખે દેખો અહેવાલ છે તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.