વનરક્ષક તેમજ વનપાલના ગ્રેડ પે વધારવાની માંગ સાથે આવેદનપત્ર - At This Time

વનરક્ષક તેમજ વનપાલના ગ્રેડ પે વધારવાની માંગ સાથે આવેદનપત્ર


મંડળની વારંવાર રજુઆત છતાં કોઇ નિર્ણય આવતો નથીરજામાં ફરજ કરવા બદલ પગાર નહીં આપવામાં આવે તો આગામી ૨૯મીથી રાજ્યવ્યાપી હડતાલની ચિમકીગાંધીનગર :  પોલીસના ગ્રેડ પેની લડત ઘણા વખતથી ચાલતી હતી તેનો સુખદ અંત
આવ્યો છે ત્યારે છેલ્લા ઘણા વખતથી વનરક્ષક અને વનપાલના ગ્રેડ પેમાં વધારા અંગે પણ
ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવે છે તેમ છતા
તેમનો ગ્રેડ પે વધતો નથી ત્યારે આજે ગાંધીનગર ડિવીઝનમાં આવતી રેન્જના વનરક્ષક અને
વનપાલ કર્મીઓએ વનસંરક્ષકને આવેદનપત્ર આપ્યું છે અને સત્વરે નિર્ણય નહીં લેવાય તો
હડતાલની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.ગુજરાત રાજ્યના વનવિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલોની
નોકરી વિષયક વિવિધ પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા
છેલ્લા બે વર્ષમાં અવાર નવાર રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓથી લઇને સરકાર
સમક્ષ રજુઆતોનો દૌર છતા વનરક્ષક અને વનપાલના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવતો નથી.
ત્યારે આજે ગાંધીનગર ડિવીઝનમાં આવતી વિવિધ રેન્જના વનપાલ અને વનરક્ષકો ભેગા થયા
થયા હતા અને ગાંધીનગરના મુખ્ય વનસંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે
માંગણી કરી હતી કે, વનરક્ષક
વર્ગ-૩ને ૨૮૦૦ એન વનપાલને ૪૨૦૦ ગ્રેડ પે આપો.

એટલુ જ નહીં,
રજાના દિવસોમાં કરવામાં આવતી કામગીરી સામે પણ વનપાલ તથા વનરક્ષકોને રજા પગાર
સ્વરૃપે યોગ્ય વળતર આપવા પણ માંગણી કરાઇ હતી જ્યારે ભરતી તથા બઢતીના રેસિયો એક જેમ
ત્રણ કરવા પણ રજુઆત કરાઇ છે. આ અંગે સત્વરેન નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી
તા.૨૯મીથી વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ઉપર ઉતરીને
કામગીરીથી અળગા રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.