લીલીયા મોટા PGVCL કચેરી ખાતે વય મર્યાદાથી નિવૃત્ત થતા કર્મચારીનું વિદાય સન્માન યોજાયું - At This Time

લીલીયા મોટા PGVCL કચેરી ખાતે વય મર્યાદાથી નિવૃત્ત થતા કર્મચારીનું વિદાય સન્માન યોજાયું


લીલીયા મોટા PGVCL કચેરી ખાતે ફરજ બજાવતા સુરેશભાઈ.સી.વ્યાસ પોતાની વય મર્યાદા થી નિવૃત્ત થતા સુરેશભાઈ.સી.વ્યાસ નું ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અંદાજે છેલ્લા ૮ વર્ષથી સુરેશભાઈ સતત લીલીયા માં પોતાની ફરજ બજાવતા હોય અને સ્ટાફ સાથે અને અધિકારી ગણ સાથે એક પરિવારના સભ્ય જેવું જેમને મન મળી ગયેલ હોય ત્યારે સુરેશભાઈ નું ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ PGVCL કચેરી ખાતે યોજવામાં આવેલ જેમાં PGVCL અધિકારી ગણ કર્મચારી ગણ દ્વારા પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી વિદાય સન્માન આપવામાં આવેલ આ તકે નિવૃત્ત કર્મચારી સમાજ પરિવાર સાથે પોતા ના નિવૃત્તિ સમય આનદ થી પસાર કરે તેવી શુભ કામના આપવા માં આવેલ સાથે સાથે છેલ્લા ઘણા વર્ષો થી સ્ટાફ સાથે એક પરિવાર જેવો નાતો થઈ જવા થી નિવૃત્ત કર્મચારી ને સ્મિત સાથે દુઃખ ભર્યા મને વિદાય માંન આપવા માં આવેલ આ તકે પી.જી.વી.સી.એલ સ્ટાફ સહિત ડેપ્યુટી એન્જિનિયર સી.કે.દેવમુરારી,જુનિયર એન્જિનિયર એમ.ડી.રાઠોડ, જુનિયર એન્જિનિયર એન.બી અજાણી,જુનિયર એન્જિનિયર કે.વી.દવે સહિત પી.જી.વી.સી.એલ સ્ટાફ સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેલ તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image