સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૨૭ બાળકો ને વિવિધ સંસ્કારો થી દીક્ષિત કરાયા
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૨૭ બાળકો ને વિવિધ સંસ્કારો થી દીક્ષિત કરાયા
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સુરત દ્વારા
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર શાંતિકુંજ સદગુરુ દેવ આચાર્ય દેવ પૂજ્ય શ્રી રામશર્મા રચિત વૈદિક પરંપરા થી ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સુરત દ્વારા હિન્દુ પરંપરા નાં ૧૬ સંસ્કારો માના વિવિધ સંસ્કારો નું પૂજન અર્ચન સાથે સગર્ભા ધાત્રી માતા ગર્ભાધાન સંસ્કાર વિદ્યાર્થી માટે વિદ્યારંભ નવજાત શિશુ ઓનાં નામકરણ જન્મ દિવસ અનનપ્રાશન મુંડન ગુરૂ દીક્ષા ઉપનયન(ઉપવેશન) કર્ણવેધ સહિત કુલ ૨૭ સંસ્કાર નું તારીખ ૧૬/૦૩/૨૫ આયોજન કરાયું હતું પ્રસન્ન ચિતે વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે ઉલ્લાસ પૂર્વક બહેનો બાળકો એ ભાગ લીધો હતો
ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ ભાતવાડી, મીની બઝાર, વરાછારોડ સુરત.આયોજન કરાયું હતું વામવય નાં શિશુ ઓનાં કલરવ વચ્ચે પૂજ્ય આચાર્ય દેવ રચિત વિવિધ સંસ્કારો થી સર્વ ને દીક્ષિત કરાયા હતા અને મહિલા જાગૃતિ અભિયાન અને ઉતમ વાંચન આહાર વિહાર નું પ્રદાન કરતા સદસાહિત્ય પ્રજ્ઞા સાહિત્ય અર્પી ઉતમ વાંચન ની શીખ આપતા સંદેશ સાથે આચાર્ય દ્વારા ૨૭ બાળકો ને સુસંસ્કારો દીક્ષિત કરાયા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
