CM ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા રથયાત્રાની પરંપરાગત પહિંદ વિધિની પરંપરા તૂટશે - At This Time

CM ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા રથયાત્રાની પરંપરાગત પહિંદ વિધિની પરંપરા તૂટશે


અમદાવાદમાં 1 જુલાઇએ એટલે કે શુક્રવારે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પહેલાની પહિંદ વિધિ કોણ કરશે તે અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રીને કોરોનાના હળવા લક્ષણ જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, તેમની તબિયત સારી છે અને સેલ્ફ આઇસોલેશનમાં છે.

પહિંદવિધિ માટે CM પ્રતિનિધિ નિયુક્ત કરશે

ગુજરાતની સ્થાપના બાદ જગન્નાથ મંદિર તરફથી અમદાવાદની રથયાત્રામાં પહિંદવિધિ માટે રાજ્યના મુખ્યમંત્રીને અધિકાર આપવામાં આવ્યો છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ જે તે વખતના મુખ્યમંત્રીઓ દ્વારા જ સોનાની સાવરણીથી ભગવાનનો રથ અને રસ્તો સાફ થતો રહ્યો છે. કોરોનાને કારણે વર્તમાન સમયમાં વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઇ છે. આ મુદ્દે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ કે આ અધિકાર મુખ્યમંત્રીનો છે, તેઓ તેમના વતી પ્રતિનિધિને નિયુક્ત કરી શકે છે. જગ્નનાથ મંદિરના ટ્રસ્ટીએ કહ્યુ કે રાજ્ય સરકાર જે પણ નામ કહેશે તેની પર ચર્ચા કરીને નામ જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી પહિંદ વિધિ માટે કોઇ નામ જાહેર કરવામાં આવ્યુ નથી.

અમદાવાદમાં યોજાતી રથયાત્રામાં પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પહેલાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરતા હોય છે, પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના થયો હોવાથી હાજર નહિ રહી શકે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જનતાના પ્રતિનિધિઓ, સરકારના વિવિધ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.

જોકે મંગળવાર બપોર પછી તેમણે પોતાના તમામ કાર્યક્રમો અચાનક રદ કર્યા હતા, જેમાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયના તમામ અધિકારીઓએ પણ આઇસોલેશનમાં જવાનું મુનાસિબ માન્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon