સુઈગામ મહિલા ITI કોલેજ ખાતે કાનૂની શિક્ષણ માર્ગદર્શન શિબિર યોજાઈ. - At This Time

સુઈગામ મહિલા ITI કોલેજ ખાતે કાનૂની શિક્ષણ માર્ગદર્શન શિબિર યોજાઈ.


સુઇગામ મહિલા ITI કોલેજ ખાતે સુપ્રીમ કોર્ટના NALSA નાલસા પ્રોગ્રામ અંતર્ગત સુઇગામ સિવિલ કોર્ટની રાહબરી હેઠળ સિવિલ કોર્ટના તાલુકા કાનૂની સમિતિના ચેરમેન અને સિવિલ કોર્ટના જયું.મેં. પ્રિન્સિપાલ સિવિલ જજ એમ.કે.રાય,ના અધ્યક્ષ સ્થાને મહિલાઓ અને બાળ કાયદાઓ,ફરજીયાત શિક્ષણ સહિતના દેશના નાગરિકોના બંધારણીય અધિકારો વિશે માહિતી માર્ગદર્શન શિબિર યોજાઈ હતી,જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશના દરેક નાગરિકોને ફરજીયાત અને મફત શિક્ષણનો બંધારણ દ્વારા દરેકને જે અધિકારો અપાયા છે, મહિલાઓમાં થતી જાતીય સતામણી, શાળામાં ભણતી કે ઘરે રહેલી બલિકાઓ ની છેડતી બાબતે કાયદામાં પોસ્કો,સહિતની જે જોગવાઈ છે , તે વિશે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ દરેક સમસ્યાનું મૂળ છે,એટલે દરેક વ્યક્તિ ફરજીયાત શિક્ષણ મેળવે, જેને આપણે જન્મ આપ્યો છે,તે બાળકોને શિક્ષણનો અધિકાર છે,એ અધિકાર થી આપણે વંચિત ના રાખી શકાય.તે માટે દરેક માતા પિતા જાગૃત બને તે માટે અપીલ કરી હતી.કાર્યક્રમમાં સુઇગામ.CDPO શ્રીમતી એ.એમ.ચોરસિયા, મહિલા ITI કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી એમ.ડી.ડાભી.સુઇગામ બાર એસોસિએશનના એડવોકેટ, એસ.એમ.મણવર,એડ.સી.એમ.ભાટા, એડ.એ.એચ.ભાટિયા,એડ.અશોકભાઈ ચૌધરી ,એડ.આર. ડી.ઠાકોર,સિવિલ કોર્ટના રજીસ્ટાર એન.એ.સિંધી.સહિત કોર્ટ, કોલેજનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી ની મહિલાઓ, કિશોરીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.