જમ્મુ-કાશ્મીરમાં ત્રણ કલાકમાં બીજુ એન્કાઉન્ટર:પ્રથમ જાબરવાનમાં અને બીજુ કિશ્તવાડમાં; પેરા સ્પેશિયલ ફોર્સના 3 જવાનો ઘાયલ - At This Time

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ કલાકમાં બીજુ એન્કાઉન્ટર:પ્રથમ જાબરવાનમાં અને બીજુ કિશ્તવાડમાં; પેરા સ્પેશિયલ ફોર્સના 3 જવાનો ઘાયલ


જમ્મુ-કાશ્મીરમાં રવિવારે સવારે માત્ર 3 કલાકની અંદર બે સ્થળોએ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પ્રથમ શ્રીનગરના જબરવાન વિસ્તારમાં અને બીજુ કિશ્તવાડના છાસમાં. કિશ્તવાડ એન્કાઉન્ટરમાં પેરા સ્પેશિયલ ફોર્સના ત્રણ જવાન ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે કાશ્મીર ટાઈગર્સ ગ્રુપના આતંકવાદીઓ કિશ્તવાડમાં છુપાયેલા છે, જેમણે બે ગ્રામ રક્ષકોની હત્યા કરી હતી. છેલ્લા 18 કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ત્રીજી અથડામણ છે. જ્યારે નવેમ્બર મહિનાના 10 દિવસમાં આ 8મુ એન્કાઉન્ટર છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 8 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 9 નવેમ્બરની સાંજે બારામુલાના સોપોરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. 8 નવેમ્બરે પણ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. રામપુરના જંગલોમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જબરવાનના જંગલોમાં 2-3 આતંકવાદીઓ છુપાયા
કાશ્મીર ઝોન પોલીસે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે સુરક્ષા દળોને જબરવાનમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સેના અને પોલીસે સવારે 9 વાગે દાચીગામ અને નિશાતના ઉપરના વિસ્તારોને જોડતા જંગલમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ઘાટીમાં છેલ્લા 9 દિવસમાં આતંકવાદી ઘટનાઓ અને એન્કાઉન્ટર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.