ધ્રાંગધ્રા શહેરમા ભાજપ તથા કોગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારકો કાલે સભા ગજવશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/anmrusnxnapzqlf5/" left="-10"]

ધ્રાંગધ્રા શહેરમા ભાજપ તથા કોગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારકો કાલે સભા ગજવશે.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર કાંટાની ટક્કર જેવો ચૂંટણીનો માહોલ જામ્યો છે જેમા ભાજપ અને આપમાથી પાટીદાર તો કોગ્રેસે ઠાકોર સમાજના યુવા આગેવાનને ઉમેદવાર તરીકે મેદાને ઉતાયાઁ છે. ત્રણેય ઉમેદવાર પોત પોતાના ચુંટણી પ્રચાર થકી મતદારોને રીઝવવા મથામણ કરી રહ્યા છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે ભાજપ તથા કોગ્રેસના સ્ટાર પ્રચારકોની આવતી કાલે એક જ દિવસે સભાનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા આવતી કાલે સવારે ૧૦:૦૦ કલાકે શહેરના ચરમાળીયા દાદાના ગ્રાઉન્ડ ખાતે કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોરના સમઁથનમા પ્રદેશ કોગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સભાનું આયોજન કરાયુ છે. તો આ તરફ બપોરે ૧:૦૦ કલાકે શહેરના ગ્રિનચોક ખાતે ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિબેન ઇરાનીની સભાનુ આયોજન કરાયુ છે જેથી એક જ દિવસમાં જુદા-જુદા સમયે ભાજપ તથા કોગ્રેસના ઉમેદવારને જીતાડવા બંન્ને પક્ષ દ્વારા જાહેર સભાનુ આયોજન કરવામા આવ્યુ છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]