ફ્લાઇટમાં કુંબલેને જોઇ ફેન્સે ટ્વીટ કરી દર્શાવી મળવાની ઇચ્છા

, અનિલ કુંબલેની એક ફેન્સ સોહિની બેંગલુરૂથી મુંબઇ જઇ રહી હતી. પોતાની ફ્લાઇટમાં કુંબલેને જોયો. સોહિનીએ તેને ટેગ કરતા લખ્યુ, 'કુંબલેને જોઈ ને મને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ તે મેચ યાદ આવી ગઇ, જેમાં તે તૂટેલા જડબા પર પટ્ટી બાંધીને રમ્યા હતા. હું તેમની પાસે જઇને શાનદાર રમત અને તમામ યાદો માટે શુભેચ્છા પાઠવવા માંગતી હતી પરંતુ મને મારા પગ બાંધેલા નજરે પડતા હતા.'

સોહિનીના આ ટ્વીટ પર અનિલ કુંબલેએ જવાબ આપ્યો, 'કૃપયા, તમે સ્વતંત્રતાનો અનુભવ કરો, ટેક ઓફ બાદ મને મળી શકો છો.' આ પ્રવાસ બાદ ફેન્સે કુંબલેએ આપેલો ઓટોગ્રાફ પણ શેર કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »