આંગણવાડી વર્કરના પુત્રને મળ્યું 1.8 કરોડનું સેલેરી પેકેજ, એમેઝોન-ગુગલની ઓફર ઠુકરાવી ફેસબુકની ઓફર સ્વીકારી
- યુનિવર્સિટીના 9 વિદ્યાર્થીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુનું પેકેજ મળ્યું છેનવી દિલ્હી, તા. 28 જૂન 2022, મંગળવારપશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત જાદવપુર યુનિવર્સિટી (Jadavpur University)ના વિદ્યાર્થીને ફેસબુક દ્વારા વાર્ષિક 1.8 કરોડ રૂપિયાની જોબ ઓફર મળી છે. તેમણે એમેઝોન અને ગુગલની ઓફર ઠુકરાવ્યા બાદ ફેસબુકની આ રજૂઆતનો સ્વીકાર કર્યો છે. તે આ વર્ષે યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાર્થીને આપવામાં આવેલ સૌથી વધુ સેલેરી પેકેજ છે. બિસાખે જણાવ્યું કે, હું સપ્ટેમ્બરમાં નોકરી જોઈન કરીશ. મેં એમેઝોન-ગૂગલને બદલે ફેસબુકની ઓફર સ્વીકારવી વધુ યોગ્ય માન્યું કારણ કે, તેનું પે પેકેજ વધુ હતું. બિસાખ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગનો ચોથા વર્ષનો વિદ્યાર્થી છે. બિસાખે જણાવ્યું હતું કે, મને મંગળવારે રાત્રે જોબ ઓફર મળી હતી. કોરોના મહામારીના છેલ્લા 2 વર્ષમાં મને અનેક સંસ્થાઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક નળી હતી અને અભ્યાસક્રમની બહારની તમામ જાણકારી પ્રાપ્ત કરી છે. મંડળ બંગાળના બીરભૂમ જિલ્લાના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમની મા શિવાની એક આંગણવાડી વર્કર છે. તેમણે કહ્યું કે, પરિવાર માટે આ ખૂબ જ ગર્વનો વિષય છે. મારો પુત્ર હંમેશાથી મહેનતું વિદ્યાર્થી રહ્યો છે. યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ ઓફિસર સમિતા ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, મહામારી બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીને આતંરરાષ્ટ્રીય સ્તર પર ઓફર મળી છે. એક અહેવાલ પ્રમાણે યુનિવર્સિટીના 9 વિદ્યાર્થીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુનું પેકેજ મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.