રાજકોટના ગોંડલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 મપાઈ - At This Time

રાજકોટના ગોંડલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 મપાઈ


આજે સવારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. રાજકોટના ગોંડલ તાલુકાથી ભૂકંપનું કેન્દ્રબિંદુ 13 કિલોમીટર દૂર નોંધાયું હતું અને ભૂકંપનો આંચકો સવારે 10.40 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 3.4 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી.રાજકોટ શહેરમાં આ ભૂકંપના આંચકાની કોઈ અસર જોવા મળી નથી. જો કે સમાચાર પ્રમાણે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ગોંડલ, વીરપુર તેમજ નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાથી કોઈ જાનહાની કે કોઈ નુકશાનના સમાચાર નથી. લોકો થોડીક ક્ષણો માટે ભયભીત થઇ ગયા હતા અને પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારે આવેલા ભૂકંપના આચકથી ધારા ધ્રુજી હતી અને આંચકાનો સમય 10 વાગ્યાની આસપાસ હોવાથી લોકો પોતાના રોજબરોજ કામકાજ પર જતા હતા ત્યારે જ ભૂકંપ આવ્યો હતો બીજી તરફ ખેડૂતો પોતાના ખેતર પર કામ કરતા હતા તેણે પણ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપના અચકાની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની થઇ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon