ભારત સ્કાઉટ ગાઇડ સંઘ અને રોટરી ક્લબ દ્વારા સબ જેલના કેદીઓને એકાત્મતા સાથે યોગાભ્યાસકરાવવામાં આવ્યો
એકાત્મતા મંત્ર સાથે યોગ નું મહત્વ સબજેલના બંદીઓને સમજાવતા ચીફ કમિશ્નરશ્રી અતુલભાઇ દીક્ષિત.
__________
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સબજેલ ખાતે આઠમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સ્કાઉટ ગાઈડ અને રોટરી ક્લબ દ્વારા કેદી સુધારાત્મક અભિયાનના ભાગરૂપે કેદી ભાઈઓને યોગ વિષેનો અભ્યાસ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિતે એકાત્મતાનો મંત્ર આપી કેદીઓને એકાત્મતા સાથે યોગ તેમજ આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એકાત્મતા માનવવાદના આગ્રહી છે. તેનુ મહત્વ સમજાવ્યું હતુ અને બંધન મુક્ત જીવનમાં એકતા અને યોગ કેદીઓને પરિવાર અને દેશના માટે સારા નાગરિક બનવાની પ્રેરણા આપશે તેમ જણાવ્યું હતું.
યોગ ટ્રેનર અને ગાઈડ કેપ્ટન સોનલબેન ડામોરે અનુલોમ-વિલોમ, ભશ્મિકા, ભ્રામરી જેવા યોગનું પ્રશિક્ષણ આપ્યું હતું. મુખ્ય મહેમાન પદે પધારેલ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.ડી. પ્રજાપતિ અને ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરીએ કેદીઓની સાથે યોગમાં ભાગ લીધો હતો.
રોટરી ક્લબના પ્રમુખ પ્રશાન્ત વ્યાસે કેદીઓ ને કોઈપણ જાતની તકલીફ હોય તો તેનું નિવારણ કરવા માટે જણાવેલ હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રમેશભાઈ વાજા , આર્ટ ઓફ લિવિંગના તથા પતંજલિ યોગના તેજલબેન પટેલે યોગના વિવિધ પ્રકારો સમજાવતા જઈ યોગનું પ્રશિક્ષણ આપ્યું હતું. કેદી ભાઈઓની સાથે સબ જેલના
અધિક્ષકશ્રી ચાવડા તથા દેસાઈ અને સમગ્ર સ્ટાફે યોગનો વ્યાયામ કર્યો હતો. છેલ્લે હાસ્ય યોગ બાદ વંદે માતરમના ગાન થકી કેદી સુધારાત્મક ઓફિસમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કેદીઓ આ એકાત્મતા યોગ શિબિરથી ખૂબ જ આનં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.