નસવાડી નગરમાં સ્વછતા અભિયાનના ધજાગરા વહેપારીઓ જાતે કચરો ઉઠાવવા મજબુર ઠેર ઠેર કચરાના ઢગલા રોગચાળો ફાટી નીકળવાની દહેસત
નસવાડી નગરમાં સ્વછતા અભિયાનના ધજાગરા વહેપારીઓ જાતે કચરો ઉઠાવવા મજબુર ઠેર ઠેર કચરાના ઢગલા રોગચાળો ફાટી નીકળવાની દહેસત
અલ્લારખા પઠાણ નસવાડી
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ગ્રામ પંચાયત નસવાડી તાલુકાની સદ્ધર ગ્રામ પંચાયત છે ત્યારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ઓકટ્રોય તેમજ વેરા તેમજ સરકારની વિકાસની કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે પરંતુ નગરજનો વેરો ભરવા છતાં તેઓને નસવાડી ગ્રામ પંચાયત તરફથી પાયાની સુવિધા મળતી નથી સરકાર દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના સફાઈના સાધનો આપ્યા હતા પરંતુ જાળવણી ના કરાતા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે નસવાડી સ્ટેશન વિસ્તાર માં તાલુકાની 212 ગામની પ્રજા કામ અર્થે ખરીદી અર્થે નસવાડી સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યારે પીકઅપ બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ થતી ન હોવાથી વહેપારી ઓ જાતે દુકાનની સામેનો કચરો ઉપાડવા મજબુર બન્યા છે ત્યારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં વહીવટદારનુ શાશન હોવાથી વહીવટદારને અન્ય ગ્રામપંચાયત નો ચાર્જ હોવાથી નસવાડી ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા આવનાર નાગરિકોને પ્રત્યક્ષ મળતા નથી નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં આવતી વિકાસની ગ્રાન્ટ વાપરવામાં જ વહીવટદાર ને રસ હોવાનો પ્રશ્ન વહેપારીઓમાં ચર્ચાઈ રહ્યો છે
અલ્લારખા પઠાણ નસવાડી
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.