હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉતારવાનું શરૂ કરાયું: રેકર્ડ બ્રેક ૯૦૦ વાહનો આવ્યા - At This Time

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉતારવાનું શરૂ કરાયું: રેકર્ડ બ્રેક ૯૦૦ વાહનો આવ્યા


હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉતારવાનું શરૂ કરાયું: રેકર્ડ બ્રેક ૯૦૦ વાહનો આવ્યા

રાત્રિના દસ વાગ્યા થી સવારે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે ૮૦,૦૦૦ મગફળી ની ગુણી ઉતારી લેવાઈ

યાર્ડમાં આજે હરાજીની પ્રક્રિયાઓ શરૂ થતાં મગફળી ની ગુણી નો ૮૦૦ રૂપિયાથી ૨,૨૫૦ રૂપિયા નો ભાવ બોલાયો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાતે ૧૦.૦૦ વાગ્યા થી આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, અને રેકોર્ડબ્રેક ૯૦૦ થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળી લાવ્યા છે, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ વાહનો માંથી મગફળી ઉતારી લેવાઇ છે, અને અંદાજે ૮૦,૦૦૦ મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણી ના ૮૦૦ રૂપિયાથી ૨,૨૫૦ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં રાત્રિના ૧૦ થી સવારે ૫ સુધી મગફળી ની આવક ખોલવામાં આવી હતી, અને સવારે ૬ વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારપછી આવક બંધ કરવામાં આવી છે. જે દરમિયાન રેકોર્ડબ્રેક ૯૦૦ મગફળી ના વાહનો ને ટોકન આપવામાં આવ્યા હતા, જે પૈકી ૬૫૦ વાહન ની ઉતરાઈ થઈ ચૂકી છે, અને બાકી ની ચાલુ છે.અંદાજિત ૭૫૦૦૦ થી ૮૦૦૦૦ ગુણી ની આવક ની સંભાવના છે. યાર્ડ માં જગ્યા હશે ત્યાર સુધી મગફળી ઉતારવામાં આવશે. આજે હરરાજી માં મગફળી ના ભાવ ૯૦૦ થી ૨૨૫૦ નોધાયો છે, જે હરરાજી હજુ ચાલુ રખાઈ છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.