વીંછિયા 10 – 15 દિવસે પાણી પીવાનું આવતા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
વીંછિયા 10 - 15 દિવસે પાણી પીવાનું આવતા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
વિંછીયા રાજ ગ્રુપ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ વિંછીયા શહેરની અંદર પીવા માટે પાણીની તંગી હોય વિછીયા શહેરની 20,000 હજાર કરતાં વધારે વસ્તી હોય અને પીવાના પાણી માટે 15 થી 20 દિવસે પીવાનું પાણી આવતું હોય અને પાણીનો કોઈપણ બીજા પ્રકારનો સંગ્રહ સ્ત્રોત ન હોય જેથી વિંછીયાના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે કે વેચાતું પાણી લેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વિંછીયા રાજગૃપ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ઉનાળાની અંદર લોકોને જરૂરિયાત મુજબ પીવા માટે પાણીનું વિતરણ કરવામાં નહીં આવે તો તારીખ 16 3 2023 ના રોજ આમલી ચોક ખાતે ગાંધીજીના માર્ગે ઉપવાસ ધારણા કરવામાં આવશે અને વધુમાં એ પણ જણાવ્યું કે વિંછીયા તાલુકાઓના ગામડાઓમાં પણ પાણીની મોટા પ્રમાણમાં સમસ્યા હોય પાણીના એક બેડા માટે દૂર દૂર સુધી વલખા મારવા પડે તેમ છતાં વિસ્તારના આગેવાનો કે અધિકારીઓ ઊંઘતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઉગ્ર માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું કે વિંછીયા શહેરને અને વિંછીયાના દરેક ગામડાની અંદર લોકોને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા રાજુભાઈ રાજપરા કૌશિકભાઈ રાઠોડ જયંતીભાઈ ગોહિલ રણછોડભાઈ ઘાઘરેટીયા ચતુરભાઈ ગોહિલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.