મહુવા:બોડા ગામની સીમમાંથી માટી ખોદતા જેસીબી, ટ્રક જપ્ત થઈ
મહુવા:બોડા ગામની સીમમાંથી માટી ખોદતા જેસીબી, ટ્રક જપ્ત થઈ
મહુવા તાલુકાના બોડા ગામ ખાતે ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામ પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે રેડ કરવામાં આવતા એક જેસીબી અને ટ્રક ઝડપાયા બંને વાહનોને જપ્ત કરીને પોલીસ મથકમાં મુકાવાયુ હતુ, જેમાં ગેરકાયદે માટી વહન કરવા બદલ પાંચક લાખની પેનલ્ટી વસુલ કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃતિ ધમધમી રહી છે. મહુવા, પાલિતાણા, ગારિયાધાર તાલુકો તેમા પંકાયેલો છે. અવાર નવાર વાહનો સાથે ખનિજ માફીયાનો ઝડપાય છે. મહુવા તાલુકાના બોડા ગામની સીમમાં જેસીબી દ્વારા મંજુરી વગર જ માટીનુ ખોદકામ ચાલતુ હોવાની ભાવનગર ખાણ ખનિજ વિભાગને બાતમી મળી હતી, જે બાતમીના આધારે રેડ કરી હતી. જે રેડમાં માટીનુ ખોદકામ કરતા જ. જેસીબીને તેમજ માટી ભરેલા ટ્રકને રંગે હાથ ઝડપી લીધુ હતુ.
તંત્ર દ્વારા સ્થળ પર આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ ખનન પ્રવૃતિ ગેરકાયદે થતી હોવાથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા.
તંત્રએ માટી ભરેલુ ટ્રક અને જેસીબી જપ્ત કર્યુ હતુ. રૂપિયા પચ્ચાસેક લાખનો મુદ્દામાલ સીલ કરીને 21.161573 મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં મુકાવી દેવાયો હતો. આ અંગ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરાએ જણાવ્યુ હતુ કે, હાલમાં મુદ્દામાલ સીઝ કરાયો છે, તેના માલિકને પેનલ્ટી ફટકારીને વસુલાત તાકીદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.