સાવરકુંડલા મહાપ્રભુજી ની બેઠકજી ખાતે શ્રી મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

સાવરકુંડલા મહાપ્રભુજી ની બેઠકજી ખાતે શ્રી મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી


સાવરકુંડલા મહાપ્રભુજી ની બેઠકજી ખાતે શ્રી મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ આપશ્રીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે શ્રી મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય દિવસ ખુબ ખુબ જ ધામધુમ પુવઁક ઉજવવામાં આવેલ જેના મુખ્ય મનોરથી જીવનભાઈ કાબરીયા પ્રવીણ ભાઈ ચાંચડ તથા અઅશ્વિનભાઈ તથા અલ્પેશભાઈ ઠુમર હતા કાયઁક્રમ વિગતવાર જોઈએ તો સૌ પ્રથમ મંગળા આરતી પછી શ્રી ગિરિરાજજીને દુધાભિષેક શ્રીગાંર દશઁન નંદમહોત્સવ પલના જેના મનોરથી વસંત ભાઇ સોમૈયા મુંબઇ વાળા હતા ત્યારબાદ શ્રી મહાપ્રભુજી ના ચિત્રજીને માળાજી તિલક કેસર સ્નાન પાદુકાજીને મુખ્ય મનોરથી તથા હાજર રહેલા તમામ વૈષ્ણવો એ લાભ લીધેલ આ તકે વીઠલેશ પાઠશાળા ના બાળકોએ શ્રી મહાપ્રભુજી નુ સુંદર ગાન કરી વૈષ્ણવો એ તાળીઓ ની ગડગડાટ થી વધાવી લીધેલ ત્યારબાદ રાજભોગ આરતી દશઁન કરી હજારો વૈષ્ણવો એ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવેલ આ તકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દકુભાઈ કસવાલા તેમજ માજી ધારાસભ્ય શ્રી પ્રતાપ ભાઈ દુધાત તેમજ જેનીબેન ઠુમર એ ખાસ હાજરી આપી શ્રી મહાપ્રભુજી ના આશીષ મેળવેલ સમગ્ર સંચાલન શ્રી મહાપ્રભુજી બેઠકજીના કમિટિના ભાઈઓ તથા મહિલામંડળ તથા આજુબાજુ ગામથી આવેલા વૈષ્ણવો ના સહકાર થી તથા અમરાપર થી નંદલાલ ભાઈ ની કિતઁન મંડળી તેમજ કુંડલા તાલુકા ના કીતઁન કાર ભાઈઓએ સૌ વૈષ્ણવો ને સુંદર કીતઁનો કરી શ્રી પ્રભુને ખુબ ભાવથી લાડ લડાવેલ તેમજ સમગ્ર ઉત્સવ માં ઔર આનંદ માં કરાવૈલ હતો દરેક વૈષ્ણવોના સાથ સહકાર થી આ ઉત્સવ આનંદ થી ધામધુમથી ઉજવાય હતો આગામી કારતકમાસ માં શ્રી મદ ભાગવદ સપ્તાહ શ્રી ગોવધઁનનાથજી પ્રભુ પાટે બીરાજશે છપ્પનભોગ સમૂહ માળાપહેરામણી તેમજ વિવિધ મનોરથો પૂજ્ય શ્રી અમરેલી વલ્લભકુળ ના સાનિધ્યમાં સંપન્ન થશે જે શ્રી મહાપ્રભુજી બેઠકજી કમિટિના સભ્યો વતી વિજયભાઈ વસાણી,રાજુભાઇ શીંગાળા,મુકુંદભાઈ ચંદરાણા સહિત દ્વારા જણાવેલ છે તથા ફરી સૌનો આભાર માની દરેક ઉત્સવોમા આવોજ સાથ સહકાર આપવા વિનતી વૈષ્ણવો ને કરેલ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.