તિજોરી તળિયા ઝાટક છતાં , ૫૫૦ કરોડના રોડ કોન્ટ્રાકટ માટે વધુ પ૦ કરોડનો ભાવવધારો અપાશે
અમદાવાદ, શનિવાર, 6 ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક છે.આ
બાબત જાણવા છતાં રોડ કમિટીની મળેલી બેઠકમાં અગાઉ ૫૫૦ કરોડની રકમથી રોડની કામગીરી
સોંપવામાં આવેલા કોન્ટ્રાકટરને વધુ ૫૦ કરોડનો ભાવ તફાવત આપવા અંગે વિવાદાસ્પદ
નિર્ણય લેવામાં આવ્યો છે.શહેરમાં ૪૦ ટકાથી વધુ રસ્તાની કામગીરી હજુ બાકી હોવા છતાં
ભાજપના સત્તાધીશો દ્વારા ભાવ વધારો આપવાનો વિવાદાસ્પદ નિર્ણય કરાયો છે.અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૭માં રોડ તૂટવાના બહુ ચર્ચિત બનેલા
રોડ કૌભાંડ બાદ એ સમયના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના તમામ રોડ એક જ
કોન્ટ્રાકટરને રેઈટ કોન્ટ્રાકટથી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે તે સમયે
આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટને ૫૫૦ કરોડની રકમથી રોડ બનાવવા અંગેનો કોન્ટ્રાકટ આપવામાં
આવ્યો હતો.
રોડ કમિટીની બેઠક બાદ ચેરમેન મહાદેવ દેસાઈને કેટલી રકમનો
ભાવ વધારો કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો એ અંગે પુછતાં તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી
શકયા નહોતા.ચેરમેને પાંગળો બચાવ કરતા કહયુ,ક્રશ
સેન્ડને બદલે ક્રશ સ્ટોન કોન્ટ્રાકટર તરફથી રોડ બનાવવાની કામગીરી માટે ઉપયોગમાં
લેવામાં આવી રહયો છે.ઉપરાંત આર.એન્ડ બી. અને આર્બીટ્રેટરની મંજુરી બાદ રોડ કમિટીએ
આ કામના કોન્ટ્રાકટરને બીટયુમીનના ભાવ તફાવત આપવાનો પણ નિર્ણય કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.