સુરત: મોટા વરાછાની સોસાયટીના કોમન પ્લોટના બાંધકામમાં શાસક-વિપક્ષની ભાગીદારીના આક્ષેપ - At This Time

સુરત: મોટા વરાછાની સોસાયટીના કોમન પ્લોટના બાંધકામમાં શાસક-વિપક્ષની ભાગીદારીના આક્ષેપ


વરાછા (સરથાણા) ઝોના અધિકારી ગેરકાયદે બાંધકામને છાવરે છે: ફરિયાદના નામે મિલ્કતદારને સીધા આપી દેવાતા હોવાની ફરિયાદ સુરત, તા. 31 જુલાઈ 2022 રવિવારસુરત મ્યુનિ.ની સામાન્ય સભામાં મારા મારી સુધી પહોંચી જતાં શાસક- વિરોધ પક્ષ કેટલાક કિસ્સામાં સાથે સાથે જોવા મળી રહ્યાં છે. પાલિકાના વરાછા બી ઝોન માં શાસક- વિપક્ષ અને અધિકારીઓના મેળાપીપણામાં સોસાયટીના કોમન પ્લોટમાં થઈ રહેલા બાંધકામ ની ફરિયાદ છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. રાજકારણીઓ આ બાંધકામને છાવરી રહ્યાં છે તો અધિકારીઓ ફરિયાદીના નામ સીધા ગેરકાયદે બાંધકામ કરનારને આપી રહ્યાંની ફરિયાદ થઈ રહી છે.સુરત પાલિકાના વરાછા ( સરથાણા)ઝોનમાં ટીપી સ્કીમ નંબર 24મા મોટા વરાછાના ફાઈનલ પ્લોટ નંબર 44 બીમાં વૃંદાવન સોસાયટી વિભાગ-1 આવી છે. આ સોસાટીના કોમન પ્લોટમાં કોઈ પણ જાતનું માર્જીન છોડ્યા ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે અને તે પણ કોઈ માર્જીન છોડવામા આવ્યું નથી. આ વિસ્તારમાં  વિરોધ પક્ષ આપની પેનલ છે પરંતુ લોકોની ફરિયાદ સામે કોઈ કામગીરી કરતા નથી. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ ગેરકાયદે બાંધકામ સામે કોઈ પગલાં ભરતા નથી. તેના કારણે આ ગેરકાયદે બાંધકામ ભાજપ અને આપની મીલી ભગતમાં થઈ રહ્યું છે તેવા આક્ષેપ થઈ  રહ્યાં છે.આટલું જ નહીં પરંતુ આ ગેરકાયદે બાંધકામમાં સૌથી વિવાદી ભુમિતા ઝોનના અધિકારીઓની છે. લોકો આ ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ કરે છે તો ઝોનના અધિકારીઓ ફરિયાદીના નામ  સીધા ગેરકાયદે બાંધકામ કરનાર ને આપી દેતા હોવાથી ફરિયાદીઓમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ઝોનના અધિકારી વસાવાએ પણ બાંધકામ કાયદેસર છે કે નહીં તે અંગે કોઈ પણ કહેવા માટે ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે લોકોની ફરિયાદમાં તથ્ય હોવાનું કહેવાય રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.