ધંધુકા તાલુકાના બાજરડા ગામે શાળાની આજુબાજુ ગંદકીનું સામ્રાજય સર્જાયુ,
બાજરડા ગામે શાળાની આજુબાજુ ગંદકીનું સામ્રાજય સર્જાયુ,
રોગચાળો ફાટી નિકળવાનો સ્થાનિક રહિશોમા ભય, તંત્રના વાકે નાના બાળકોને હાલાકી ભોગવવાનો વખત,
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફરજિયાત કાદવમાંથી પસાર થઈ શાળાએ જવું પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના બાજરડા ગામે પ્રાથમિક શાળા આગળ જ ગંદકી અને કાદવ કિચડની સમસ્યાથી વિધાર્થીઓને પરેશાન.
મુખ્ય રસ્તાઓ પરથી વિધાર્થી ઓની રોજીંદી અવરજવર રહેતી હોય છે.પરંતુ આ માર્ગો પર પારાવાર કિચડ અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓને આવા જવામાં મોટી પરેશાની.
વળી કાદવ અને દુર્ગંધ મારતા કિચડને કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહયો છે.
બાજરડા પ્રાથમિક શાળાની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહયુ છે.
શાળાએ જતા નાના બાળકોને ફરજિયાત ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી છે.
બાળકોના કપડાં અને પગ પણ બગડે છે તેથી બાળકોના વાલીઓને પોતાના કામ ધંધા ખોટી કરીને બાળકોને લેવા મૂકવા જવાની ફરજ પડી રહી છે.
આમ શાળાની આજુબાજુ ગંદકી નું સામ્રાજ્ય હોવા છતાં ગ્રામ પંચાયતના વહીવટદાર અને તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી તેવુ સ્થાનિકો જણાવી રહયા છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
