ધંધુકા રાયકા રોડ પર રામદેવ હોટલ પાસે ચાર કારનો અકસ્માત સર્જાયો - At This Time

ધંધુકા રાયકા રોડ પર રામદેવ હોટલ પાસે ચાર કારનો અકસ્માત સર્જાયો


અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાયકા રોડ પર રામદેવ હોટલ પાસે ચાર કારનો અકસ્માત સર્જાયો હતો.

એકની પાછળ એક એમ ચાર કારનો અકસ્માત સર્જાયો હતો. રામદેવ હોટલ પાસે ગઈ કાલે સવારે ફોર્ચ્યુનર કાર રાયકા તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક ફોર્ચ્યુનર કાર ઉભી રહેતા પાછળ આવી રહેલી અન્ય ત્રણ કાર એકબીજા પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાર કારમાં સવાર ૧૨ લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ગાડીઓને ભારે નુકસાન થયું હતું. જો કે આ મામલે કોઈ પણ કાર ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.