ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વિ.એન.એસ.બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગરના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા મહોત્સવ ‘ ની ઊજવણી.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વિ.એન.એસ.બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગરના સંયુક્ત ઉપક્રમે 'માતૃભાષા મહોત્સવ ' ની ઊજવણી.
તા.૨૧/૦૨/૨૦૨૪ને બુધવારના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વિ.એન.એસ.બી.લિ. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગરના સંયુક્ત ઉપક્રમે ' માતૃભાષા મહોત્સવ ' નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. મોનિકા સોલંકીએ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ સ્માર્ટ ટીવી પર માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા સાહેબના વીડિયો સંદેશ દર્શાવ્યા હતા. આચાર્યશ્રી ડૉ.દિલખુશભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાતીના ખ્યાતનામ સર્જક શ્રી દશરથ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પુસ્તક અને શાલથી સ્વાગત આચાર્યશ્રીએ કર્યું હતું. 'માતૃભાષા અને ગુજરાતી નવલિકાનું રમણીય સ્વરૂપ’ વિષય પર દશરથભાઈએ ગુજરાતીના ખ્યાતનામ સર્જકોની વાર્તાઓના ઉદાહરણો આપી ગુજરાતી ભાષાની શ્રી અને સમૃદ્ધિનો આસ્વાદ શ્રોતાઓને કરાવ્યો હતો. વકતાશ્રીનો પરિચય અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. હીરેન્દ્ર પંડ્યાએ કર્યું હતું. આભારવિધિ પ્રો.ઈશ્વરભાઈ પરમારે કરી હતી. આ કાર્યક્રમમાં કૉલેજના સહુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત ભાષાપ્રેમી નગરજનો પણ જોડાયા હતા. મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા બેનર પર વક્તા શ્રી, આચાર્યશ્રી,સહુ અધ્યાપકો, કૉલેજના વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા.સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.