અકસ્માતો અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો તથા રખડતા ઢોર ઉપર રેડિયમ લગાડાયા - At This Time

અકસ્માતો અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો તથા રખડતા ઢોર ઉપર રેડિયમ લગાડાયા


અકસ્માતો અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો તથા રખડતા ઢોર ઉપર રેડિયમ લગાડાયા

દિવાળીના તહેવારમાં લોકો મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળ તથા બજારોમાં જતા હોય છે. આ તહેવાર દરમિયાન માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા પોરબંદર શહેરના એન્ટ્રી સમા મુખ્ય રસ્તાઓ પર વાહનો ઉપર રેડિયમ લગાડયા હતા અને હાલ રખડતા ઢોરનો ત્રાસ વધુ પડતો હોય રખડતા ઢોર મુખ્ય માર્ગો પર ઓચતા આવી જતા વાહન ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બને છે. તાજેતરમાં જ કુતિયાણામાં ઢોરે વાહન ચાલકને હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું. રખડતા ઢોરના લીધે આ તહેવારમાં કોઇને ઇજા ન પહોંચે તે માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ રસ્તાઓ પણ બેસેલા રખડતા ઢોરના શીંગડા ઉપર રેડિયમ લગાડી અકસ્માત અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા ભીડભાડ વાળી જગ્યાએ સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં ટ્રાફિક પી.એસ.આઇ. કે. બી. ચૌહાણ તેમજ સ્ટાફ અને ટી.આર.બી. જવાનો આ કાર્યમાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon