તિરંગા યાત્રાના નામે કોમી હુલ્લડો કરાવવાની ફિરાકમાં BJP : અખિલેશ યાદવનો આક્ષેપ - At This Time

તિરંગા યાત્રાના નામે કોમી હુલ્લડો કરાવવાની ફિરાકમાં BJP : અખિલેશ યાદવનો આક્ષેપ


લખનૌ, તા. 05 ઓગસ્ટ 2022 શુક્રવારસમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક તરફ બીજેપીના હર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપીને ચોંકાવ્યા છે તો બીજી તરફ શુક્રવારે મોટો આરોપ લગાવ્યો. અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપની તિરંગા યાત્રા દેખાડો છે. તમામે સાવધાન રહેવાની છે. આના દ્વારા ભાજપ હુલ્લડ પણ કરાવી શકે છે. પહેલા કાસગંજમાં તિરંગા યાત્રાના સમયે હુલ્લડ કરાવ્યુ હતુ. અખિલેશ યાદવના નિવેદન બાદ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જવાબ આપ્યો છે.બ્રજેશ પાઠકે કહ્યુ કે હુલ્લડ કરાવનારા ક્યારેય તિરંગાનુ સન્માન કરતા નથી. ભાગલાનુ કામ તો અખિલેશ યાદવે કર્યુ છે. જે પરિવાર એક સમયે સપાની તાકાત હતો, આજે તે જ સૌથી મોટી કમજોરી બની ગયો છે. તેમની આવી માનસિકતાના કારણે જ આજે સપા ડૂબતી નાવ બની ગઈ છે.અખિલેશ યાદવે ગુરુવારે કહ્યુ કે ભાજપ જ્યાંથી નીકળી છે ત્યાં લોકો તિરંગો ફરકાવતા નથી. સમગ્ર દેશ જાણે છેકે આરએસએસએ વર્ષો સુધી તિરંગાનુ સન્માન કર્યુ નથી. પોતાના કાર્યાલયો અને મુખ્યાલયો પર તિરંગો લગાવ્યો નહીં. ભાજપ જ્યારે જ્યારે સરકારમાં આવે છે મોંઘવારી વધારી દે છે. દેશમાં આટલી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ક્યારેય નહોતો. ભાજપનુ મોંઘવારી સાથે કોઈ લેવાદેવા નથી. આજે દરેક વસ્તુના ભાવ વધારી દેવાયા છે. દૂધ, દહી, ઘી થી લઈને ખાવા-પીવાની વસ્તુઓ પર ક્યારેય ટેક્સ નહોતો, ભાજપે તેની પર પણ જીએસટી લગાવીને મોંઘુ કરી દીધુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon