I.N.D.I.A. ગઠબંધન:કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ, સોનિયા- ખડગે ચૂંટણી પરિણામો પર મંથન કરશે; રાહુલ વિપક્ષના નેતા બને એવી સાંસદોની માગ - At This Time

I.N.D.I.A. ગઠબંધન:કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ, સોનિયા- ખડગે ચૂંટણી પરિણામો પર મંથન કરશે; રાહુલ વિપક્ષના નેતા બને એવી સાંસદોની માગ


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક દિલ્હીની અશોક હોટલમાં શરૂ થઈ છે. બેઠકમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર છે. બેઠકમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. દિલ્હીમાં CWCની બેઠક પહેલા કોંગ્રેસ સાંસદોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માગણી કરી છે. કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ કહ્યું, 'હું અને કોંગ્રેસના તમામ નેતાઓની માગ છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે. સાંજે 5.30 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળશે. ખડગે પાર્ટીના નેતાઓ માટે અશોક હોટલમાં ડિનર પણ યોજશે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે ચોથો દિવસ (શનિવાર, 8 જૂન) છે. આવતીકાલે એટલે કે 9મી જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમજ, I.N.D.I.A. ગઠબંધનમાં પણ બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ સાથે જ સમાજવાદી પાર્ટીની બેઠક પણ યોજાવાની છે. જેમાં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના નવા સાંસદોને મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.