વિશ્વ વસ્તી દિન નિમિતે તાલુકા આરોગ્ય કચેરી ભાભર અને ક્રિષ્ના નર્સિંગ કૉલેજ ભાભર દ્વારા રેલી યોજાઇ
માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સોલંકી સાહેબ તથા એપિડેમિક મેડિકલ ઓફિસર હરિયાણી સાહેબના માર્ગદર્શન તથા ભાભર તાલુકા હેલ્થ ઓફીસર રાહુલ ચંદેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી
સમગ્ર વિશ્વની વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને દર વર્ષે 11મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગ રૂપે આજે ભાભર તાલુકા આરોગ્ય વિભાગ અને શ્રી ક્રિષ્ના નર્સિંગ કૉલેજ ભાભર દ્વારા ભાભર ખાતે વસ્તી સ્થિરતા લાવવાની જાગૃતી ફેલાય તે માટે ' વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન ' થીમ સાથે કુટુંબ નિયોજનની માહિતિ જન જન સુઘી પહોચાડવા ભાભર સરકારી હોસ્પીટલ થી લઇને નગરપાલીકા સુઘી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ વિશાળ રેલીને સુપ્રિટેન્ડેન્ટ એસ.ડી એચ ભાભર ના ડો.પ્રમોદ પંડ્યા સાહેબે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરી હતી આ રેલીમાં ડો.પ્રવીણભાઈ ચૌધરી મેડીકલ ઓફીસર તેતરવા, ડો.પ્રદીપભાઈ મેડીકલ ઓફીસર ડો.નિકિતાબેન મેડીકલ ઓફીસર કુવાળા, મેડીકલ ઓફીસર આર.બી.એસ.કે ડૉ. જીતુભાઈ, ડૉ કિરણ ભાઈ. ડૉ હેતલબેન પ્રિન્સિપાલ શ્રી ક્રિષ્ના નર્સિંગ કૉલેજ ભાભર ,ભાભર આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ અને શ્રી ક્રિષ્ના નર્સિંગ કોલેજના વિધાર્થીઑ જોડાયા હતા...
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.