પ્રેમના પાનેતર માં પાટીસમાજ ના જાજરમાન લગ્નોત્સવ સંપન્ન....લગ્નોત્સવમાં પ્રાચીન પરંપરા અને જૂની યાદો સાથે વિરાસત ના દર્શન કરાવ્યા બ્રિજેશ વેગડા દ્વારા - At This Time

પ્રેમના પાનેતર માં પાટીસમાજ ના જાજરમાન લગ્નોત્સવ સંપન્ન….લગ્નોત્સવમાં પ્રાચીન પરંપરા અને જૂની યાદો સાથે વિરાસત ના દર્શન કરાવ્યા બ્રિજેશ વેગડા દ્વારા


પાનેતર ના પાલવે અને પાનેતર ના આંગણે  નવવધૂ સોળે શણગાર સાથે શોભી ઉઠી જ્યારે વરરાજા ઓના અનેરો આનંદ ગોંડલ ના આંગણે પ્રેમના પાનેતરમા પ્રેમ રસ ઉભરી આવ્યો હતો ગોંડલ ના ખાતે 32 લગ્ન નો વિધ વિધ રસમ સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે કન્યાદાન સાથે ચાર ફેરા સાથે નવવધુઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા રોયલ પ્રાઈમ પાટીદાર થી ખીચોખીચ થઈ જવા પામ્યું હતું સાથો સાથે માનવતા મહેમાનો અને રાજકીય આગેવાનો તથા સંતો મહંતો આર્શીવાદ ના વરસાદ થી નવવધૂ અઢળક આશીર્વાદ ની વર્ષા થવા પામી હતી જો કે અહીં પાનેતર ના  લગ્નોત્સવમાં ના પ્રમુખ બટુકભાઈ ઠૂંમર તેમજ ગિરધરભાઈ વેકરિયા દ્વારા સુંદર આયોજન તેમજ અનોખી આગતા સ્વાગતા સાથે મહેમાનોને આવકાર્યા હતા  સાથોસાથ સરદાર પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ   આયોજીત આ લગ્નોત્સવમાં ભવ્ય વરઘોડો ના વધામણાં તથા સુરીલા સંવાદ સાથે પ્રાચીન લગ્ન ગીતોની સુરાવલી ગુંજી ઉઠશે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે થી 32 લગ્નોત્સવમાં ગોંડલ ની બજારો ભવ્ય વરઘોડાનું આયોજન થયું હતું  લગ્નોત્સવનું આયોજન અત્રેના રોયલ પ્રાઈમ ત્રણખૂનીયા પાસે વોરકોટડા રોડ ખાતે મસ મોટા લગ્ન મંડપ સાથે કરિયાવર થી રસતરબોળ નવવધૂ ને કર્યા હતા  જો કે પ્રેમના પાનેતર ના જીવન મંત્ર સમુહલગ્નમાં જોડાયેલ તમામ દીકરીઓને સોળ સંસ્કાર પૈકીના પંદરમાં સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર જીવની જેમ જતન કરીને ઉછરેલી દીકરીઓને પિતા પ્રેમ નું પાનેતર પહેરાવી પારકા ઘરે વળાવે અને દીકરીના માતાપિતા સંસ્કારો ની સુવાસથી પારકા ઘરેને મહેકાવશે પોતાનું બનાવશે અહીં પ્રેમના પાનેતર માં પિતા તુલ્ય પ્રેમનો સથવારો મળે છે પ્રેમના પાનેતર ના ટ્રસ્ટ મંડળ માં બટુકભાઈ ઠુંમર પ્રમુખ તેમજ ગિરધરભાઈ વેકરિયા ઉ.પ્રમુખ તથા લાલજીભાઈ તળાવિયા,જીગરભાઈ સટોડીયા,શૈલેષભાઇ વેકરિયા,અલ્પેશભાઈ ઊંધાડ તથા દિવ્યેશભાઈ લીલા ,દીપકભાઈ ધોનીયા, કમલેશભાઈ ખૂંટ તથા રમેશભાઈ  સોરઠીયા, ભરૂડી ખોડલભાઈ વેકરિયા ,કિશોરભાઈ ભાલાલા, ગોપાલભાઈ સખીયા તથા ધીરૂભાઇ ઠૂંમર સહિત તેમનું આખું ગ્રુપ 31 થી વધુ લગ્નોત્સવ સતત ત્રીજા વર્ષે થી એટલે કે 2023 થી

 2025માં જાજરમાન લગ્નોત્સવ કરી ચુક્યા છે જો કે અહીં દર વર્ષે કંઈક નવું કરવાની ઇચ્છા રાખતું સરદાર પટેલ ટ્રસ્ટ આ વખત જાજેરી તૈયારી સાથે અનોખા લગ્નની રસમ ગોંડલ ના આંગણે પ્રેમના પાનેતર માં નવવધૂ સોળે શણગાર સાથે શોભાવી હતી લગ્નોત્સવમાં અધ્યક્ષ સ્થાને વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી તેમજ મનસુખભાઇ માંડવીયા કેન્દ્રીય મંત્રી, જયેશભાઇ રાદડિયા ,રમેશભાઈ ધડુક, નરેશભાઈ પટેલ ખોડલધામ ,ભરતભાઇ બોધરા,રાઘવજીભાઈ પટેલ ,ગગજીભાઈ સુતરિયા,પુરસોત્તમ રૂપાલા સાંસદ, રમેશભાઈ ગજેરા સહિતકુંવરજીભાઇ બાવળિયા, ગીતાબા જાડેજા તથા રામ ભાઈ મોકરિયા ,ગણેશભાઈ જાડેજા ,રમેશભાઈ ટીલાળા સહિતના ના મહાનુભાવો હાજર રહેશે અને નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.    અહીં અનેક મહાનુભાવો સહિતના ના   હાજર રહી  નવદંપતી ને આશીર્વાદ ની વરસા વરસાવી હતી. તસવીરો બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image