દહેગામના કંથારપુરા વડ નીચે મહાકાળી માતાના મંદિરમાં ચોરી. ભક્તોમાં રોષ
સમગ્ર ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ ગણાતું તેમજ અઢી વીઘામાં પથરાયેલ વડની વડવાઈ નીચે આવેલ મહાકાળી માતાના મંદિરમાં આજે સવારે ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે જેમાં મંદિર ના પૂજારી સવારે આરતી કરવા જતા જ માતાના આભૂષણ તેમજ કેટલોક સામાન ગુમ થતા જ પૂજારી ચોકી ઉઠ્યા હતા જે બાદ કંથારપુરા ગામના આગેવાનો ટ્રસ્ટી બોલાવી જણાવેલ હતું. ગામલોકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા રખિયાલ પોલીસને જાણ કરતા રખિયાલ પોલીસ દ્વારા ડોગ સ્કોડની મદદ લઇ સમગ્ર મંદિરની તપાસ કરવામાં આવી હતી તથા આજુબાજુના ગામોના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા જયારે મંદિર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હતું જેથી મંદિરમાં તપાસ કરી શકાય.
કંથારપુરા વડની નીચે માં મહાકાળી માતાજી બિરાજમાન છે જેથી દરરોજ હજારોની સંખ્યામાં ભાવિભક્તો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ બનાવ અંગે કંથારપુરા સરપંચ પાસેથી જાણવા મળેલ કે રાત્રે 11 વાગ્યાંથી સવારે 4 વાગ્યાં સુધી હોમગાર્ડ સિક્યુરિટી માટે વડની નીચે હોય છે એટલે બનાવ સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાની આસપાસ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે પરંતુ છ મહિનામાં બે વાર મહાકાળી માતાના મંદિરમાં ચોરી થતા ભાવિભક્તોમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ ખુબ ઝડપથી આ ચોરી કરનાર ઈસમોને ઝડપી પાડે તેવી માંગ કરી રહ્યાં છે.
ગુજરાત સરકાર તરફથી કંથારપુરા વડના નિર્માણ હેઠળ ખુબ મોટા વિકાસના કામો કરી રહી છે પરંતુ સરકાર દ્વારા વડની નીચે એક પણ સીસીટીવી કેમેરો લગાડવામાં આવ્યો નથી જેથી મંદિર પરિસરમાં કોણ આવે કે જાય તે જાણી શકતા જેથી છ મહિનામાં બે વાર ચોરીના બનાવો બને છે તેવું ભાવિભક્તોમાં ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
