વધુ રૂ.28 લાખ માગી વેપારીને વ્યાજખોર દંપતીએ ધમકી દીધી - At This Time

વધુ રૂ.28 લાખ માગી વેપારીને વ્યાજખોર દંપતીએ ધમકી દીધી


કારખાનેદારે 25 લાખનું 28 લાખ વ્યાજ ચૂકવી દીધું હતું

પૂજારા પ્લોટમાં રહેતા અને કુવાડવા જીઆઇડીસીમાં આટા ઇન્ટરનેશનલ નામે રાઇ, મેથી, ધાણાજીરું સહિતની વસ્તુઓના પેકિંગ કરી વેચાણ કરતા હોય. સને 2018માં ધંધામાં પૈસાની જરૂર હોય બેંકમાંથી લોન લીધી હતી. બાદમાં તેને બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારી નિલેશ હકમચંદ શાહ સાથે ધંધાના નાતે પરિચય હોય અને સારા સંબંધ થતા એકબીજાને મળતા હોય તેને પૈસાની જરૂર અંગે વાત કરી હતી. બાદમાં નિલેશભાઇ અને તેના પત્ની વર્ષાબેન અમારા કારખાને આવ્યા હતા અને 25 લાખ રૂપિયા દોઢ ટકે આપ્યા હતા જેના દર માસે 37500 વ્યાજ આપતા હતા તેમજ પૈસાની સગવડ હોય તેને 28 લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા.

દરમિયાન નિલેશભાઇને વ્યાજ આપી નહીં શકતા તેની પત્ની વર્ષાબેન કારખાને આવી હતી અને ઉઘરાણી કરતા તેને નિલેશભાઇ સાથે વાત થઇ ગઇ છે અને હાલ બેંકમાં પણ પૈસા નહીં ભરી શકતા કોર્ટમાં કેસ ચાલે છે અને મારા કારખાનાને સીલ મારવાના છે. તેમ વાત કરી હતી તેથી તેને તમારો સામાન કાઢી લ્યો કહેતા તેનો સામાન કાઢતા હતા ત્યારે તેના ફ્લેટની ઓરિજિનલ ફાઇલ નીકળતા તે ફાઇલ વર્ષાબેને લઇ જઇ અમારા પૈસા આપી દેજો નહીંતર મારી પાસે ઘણા લોકો છે તેને હું તારી સોપારી આપીશ તેમ કહી ધમકાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.